સુરત : પ્લેટફોર્મ પર ટ્રેન આવે ત્યારે ચાલુ ટ્રેનમાં ચડતી વખતે અનેક વાર દુર્ઘટનાઓ બનતી રહે છે, ત્યારે આવી જ એક દુર્ઘટના બને તે પહેલા રેલવે પોલીસના ASI દ્વારા વૃદ્ધ દંપત્તીનો જીવ બચાવ્યો હતો. ઘટના સુરત શહેરના રેલવે સ્ટેશન પર બની હતી, જ્યારે ચાલતી ટ્રેનમાં ચડતી વખતે દંપત્તી ફસડાઈ પડ્યું હતું. અચાનક જ આ ઘટના ઉપર રેલવે પોલીસના ASIની નજર ગઈ હતી અને તેમણે દોડીને દંપત્તીનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટના રેલ્વે સ્ટેશન પર લાગેલા CCTV કેમેરામાં કેદ થવા પામી હતી.
Surat Railway Station: ચાલતી ટ્રેનમાં ચડવા જતાં દંપતી પટકાયું, RPFના જવાને બચાવ્યો જીવ, જુઓ વીડિયો - સુરત રેલવે પોલીસ
ચાલતી ટ્રેનમાં ચડવું અને ચાલતી ટ્રેનમાંથી ઉતરવું ગુનો તો છે જ પરંતુ ઘણા લોકો એવા હોય છે જે તેની પરવા કરતાં નથી અને પોતાનો જીવ જોખમમાં મુકી દે છે. સદનશીબે કેટલાંક બચી જાય છે કે, બચાવી લેવામાં આવે છે. આપણી સામે અવાર-નવાર આવી ઘટનાઓના વીડિયો સામે આવી ચુક્યાં છે જેમાં રેલવે સ્ટેશન પર તૈનાત રેલવે પોલીસના જવાનો મુસાફરોનો જીવ બચાવતા હોય છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો સુરત રેલવે સ્ટેશન પરથી સામે આવ્યો છે.
Published : Feb 12, 2024, 2:07 PM IST
આરપીએફ વેસ્ટર્ન રેલ્વે દ્વારા પોતાના એક્સ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આરપીએફ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ આ વિડીયો 11મી ફેબ્રુઆરી વર્ષ 2024 નો છે. બપોરના સમયે એક વૃદ્ધ દંપત્તિ રેલવે સ્ટેશને પહોંચે છે અને અચાનક જ ચાલતી ટ્રેનમાં બેસવા માટે પ્રયાસ કરે છે. આ દરમિયાન દંપતીનો પગ લપસી જાય છે અને તેઓ ટ્રેન તેમજ પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ જતાં હોય છે. ચાલતી ટ્રેન દરિમાયન પ્લેટફોર્મ અને કોચ વચ્ચે ફસાયેલા દંપતીને જોઈને અન્ય લોકોના જીવ પણ અધ્ધર થઈ જાય છે. ત્યારે દેવદૂત બનીને એએસઆઇ ઈસરાર બેગ ત્યાં પહોંચે છે અને બંનેને બચાવી લે છે.
પ્લેટફોર્મ અને કોચ વચ્ચે ફસાયેલા દંપત્તી જોઈ ASI ઈસરાર બેગ તરત જ તેમને કાઢવા માટે પ્રયત્ન કરે છે અને મુસાફરો પણ મદદ માટે આવે છે. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થવા પામી છે. આરપીએફના જવાન જેઓ બોરીવલી ઝોનના છે, આ વૃદ્ધ દંપત્તીને ASI ઈઝરાર બેગે પોતાનો જીવ જોખમમાં મુકીને હિંમત પૂર્વક બચાવી લીધું હતું. જો સમયસર ASI ઈસરાર બેગ ત્યાંથી પસાર ન થયા હોત તો મોટી દુર્ઘટના બની ગઈ હોત. ASI અને રેલ્વે પોલીસ હંમેશાથી લોકોને આવી બાબતમાં સતર્ક રહેવા જણાવે છે અને ચાલતી ટ્રેનમાં પોતાનો જીવ જોખમમાં મૂકી ન ચડવા માટે વિનંતી પણ કરતી હોય છે. ત્યારે મુસાફરોએ પણ આવી ઘટનાઓથી બોધપાઠ લેવો ખાસ જરૂરી છે.