ગુજરાત

gujarat

ગુજરાત માટે ગૌરવ ભરી ક્ષણ... મહેસાણાની બેડમિન્ટન ખેલાડીએ મહિલા સિંગલ્સનું ટાઇટલ પોતાના નામે કર્યું - badminton player of Mehsana won

By ETV Bharat Gujarati Team

Published : Jul 12, 2024, 5:02 AM IST

મહેસાણાની પોલીસ કર્મચારીની પુત્રી તસનીમ મીરે બેડમિન્ટનમાં કાઠું કાઢ્યું છે. મહેસાણાની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તસનીમ મીરે ફ્રાન્સમાં સેન્ટ ડેનિસ રિયુનિયન ઓપન ઇન્ટરનેશનલ ચેલેન્જ બેડમિન્ટનમાં મહિલા સિંગલ્સનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. જેની CM ભુપેન્દ્રભાઈ પટેલે ટ્વિટ કરી અભિનંદન પાઠવ્યા છે.,

મહેસાણાની બેડમિન્ટન ખેલાડીએ ફ્રાન્સમાં સિંગલ્સ ટાઇટલ પોતાના નામે કર્યું
મહેસાણાની બેડમિન્ટન ખેલાડીએ ફ્રાન્સમાં સિંગલ્સ ટાઇટલ પોતાના નામે કર્યું (Etv Bharat Gujarat)

મહેસાણાની બેડમિન્ટન ખેલાડીએ ફ્રાન્સમાં સિંગલ્સ ટાઇટલ પોતાના નામે કર્યું (Etv Bharat Gujarat)

મહેસાણા: આજના સમયમાં હવે દરેક ક્ષેત્રમાં છોકરીઓ આગળ આવી રહી છે. અને દરેક ક્ષેત્રે નામ રોષન કરી રહી છે. ત્યારે મહેસાણાની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. મહેસાણાની પોલીસ કર્મચારીની પુત્રી તસનીમ મીરે ફ્રાન્સમાં સેન્ટ ડેનિસ રિયુનિયન ઓપન ઇન્ટરનેશનલ ચેલેન્જ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં મહેસાણાની તસનીમ મીરે મહિલા સિંગલ્સનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. જેની નોંધ સી.એમ ભુપેન્દ્રભાઈ પટેલે લીધી હતી અને તેમણે ટ્વિટ કરી તસમીન મીરને અભિનંદન પાઠવ્યા હતા.

CM ભુપેન્દ્રભાઈ પટેલે ટ્વિટ કરી અભિનંદન પાઠવ્યા (Etv Bharat Gujarat)

મહેસાણાની બેડમિન્ટન પ્લેયર તસનીમ મીરની સિદ્ધિ મામલે સી.એમએ ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યા હતા. સી.એમે ટ્વીટ કરી તસનીમને મેળવેલી સિદ્ધિને વખાણી હતી. તસનીમ મીરને સી.એમે ગુજરાતની દીકરીને ગુજરાતના ગૌરવ સમાન ગણાવી હતી. મહેસાણાના એક પોલીસ કર્મીની દીકરીની સિદ્ધિએ સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. તસનીમ મીર રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરે બેડમિન્ટનમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી ચુકી છે. તસનીમ મીર ગુજરાતની દીકરીએ પ્રતિભા સંપન્ન કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

  1. 103 વર્ષની દાદી લોકો માટે પ્રેરણારૂપ, એક જિમ્નેસ્ટિક્સની દર્દનાક કહાની - AGNES KELETI

ABOUT THE AUTHOR

...view details