અમદાવાદ:BZ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલા સામે 6 હજાર કરોડના કૌભાંડ નો કેસ મામલે પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં ભુપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જામીન અરજી કરી હતી આ જામીન અરજી પર આજે (9 ડિસેમ્બરે) સુનાવણી હાથ ધરાશે.
આગોતરા જામીન અરજી અંગે સુનાવણી: 6 હજાર કરોડના કૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલા હજી સુધી પોલીસની ગિરફતમાં આવ્યા નથી અને ફરાર છે, જેને પોલીસ શોધી રહી છે. ભુપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જામીન અરજી કરતા જણાવ્યું હતું કે, તેમણે કોઈ કૌભાંડ કર્યું નથી, સાથે જ તેમણે પોલીસ તપાસમાં સહકાર આપવાની પણ વાત કરી હતી. આ મામલે આજે 9 ડિસેમ્બરે પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં સુનાવણી થવાની છે
6000 કરોડનું કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ: ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા જિલ્લાના તાલોદ તાલુકાના વાવડીમાં રહેતા BZ Group ના CEO ભુપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતર થી લાલચ આપીને 6000 કરોડનું કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ છે. આ કૌભાંડ સામે આવતા ગાંધીનગર CID ક્રાઈમની અલગ અલગ ટીમ દ્વારા સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત સ્થળો પર દરોડા પાડીને કેટલાંક મહત્વના દસ્તાવેજ તેમજ કેસને લગતા ઈમ્પોર્ટન્ટ પુરાવા એકઠા કરીને કાર્યવાહી કરી છે. ઉપરાંત શંકાસ્પદ વ્યવહારો અને કબાડ મામલે ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા બી.ઝેડ ગ્રુપ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
14 હજારથી વધુ રોકાણકારો ભોગ બન્યા હોવાનો અંદાજ: આ મોટા કૌભાંડમાં અંદાજિત 14 હજારથી વધુ રોકાણકારો ભોગ બન્યા હોવાનો અંદાજ છે. મળતી માહિતી મુજબ બીઝેડ ગ્રુપ સંચાલિત બી ઝેડ ફાઈનાન્સિયલ સર્વિસ અનઅધિકૃત સંસ્થા છે. જેમાં ત્રણ ટકાથી લઈને 33% સુધીનું વળતર આપવાની લાલચ આપતા હતા. રેટ દરમિયાન રૂપિયા 175 કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન મળી આવ્યા.
એજન્ટને 5 થી 25% કમિશન: તો બીજી તરફ બી ઝેડ ગ્રુપ અને બી ઝેડ ફાઈનાન્સિયલ સર્વિસ દ્વારા નવી નવી લોભામણી સ્કીમ માટે શિક્ષક અને નિવૃત્ત સરકારી કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવતા હતા અને જ્યારે આ મામલે cidની રેડ પડી હતી, ત્યારે રેડ દરમિયાન 16.37 લાખ રોકડા એગ્રીમેન્ટ અને ડોક્યુમેન્ટ મળ્યા હતા. બી ઝેડ ફાઇનાન્સિયલ સર્વિસ દ્વારા એજન્ટને 5 થી 25% કમિશન આપવામાં આવતું હતું. આ સમગ્ર મામલે અનંત દરજી નામનો એક એજન્ટ પકડાયો તથા પાંચ જેટલા લોકો અને કર્મચારીઓની અટકાયત પણ કરવામાં આવી હતી.
- BZ કૌભાંડમાં સામે આવ્યો ખેડાનો રોકાણકાર, ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ ગાંધીનગર CID ક્રાઈમમાં ફરિયાદ
- BZ ગ્રુપ કૌભાંડ: ખેડામાં બે એજન્ટોએ લોકોના લાખો રૂપિયા ડુબાડ્યા, હાલ બંને એજન્ટ ભૂગર્ભમાં