ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ પોલીસ કમિશનરે ઘોડા કેમ્પના પોલીસ ઇન્સ્પેક્ટરને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા, જાણો શા માટે? - The Ahmedabad police commissioner - THE AHMEDABAD POLICE COMMISSIONER

અમદાવાદ ઘોડકેમ્પમાં પોલીસની શાન સમા 5 પોલીસ અશ્વોનું એક જ મહિનામાં બેદરકારીના કારણે અવસાન થયું છે. આ બાબતે શહેરના પોલીસ કમિશનરે ઘોડા કેમ્પના પોલીસ ઇન્સ્પેકટને સસ્પેન્ડ કર્યા છે. જાણો કયા કારણથી અશ્વોના મોત થયા...

ઘોડકેમ્પમાં પોલીસની શાન સમા 5 પોલીસ અશ્વોનું મોત
ઘોડકેમ્પમાં પોલીસની શાન સમા 5 પોલીસ અશ્વોનું મોત (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 18, 2024, 4:36 PM IST

અમદાવાદ: પોલીસની શાન ગણાતા પોલીસ અશ્વોનું સ્વમાનભેર ઠેકાણું એટલે સિવિલ હોસ્પિટલ પાછળનું ઘોડા કેમ્પ. અમદાવાદના પોલીસ અશ્વોના રહેઠાણ ઘોડા કેમ્પમાં જ પોલીસ નજર હેઠળ પાંચ અશ્વો તો છેલ્લાં ચાર અઠવાડિયા માં જ ચેપ લાગવાથી અવસાન પામ્યા છે. આ ઘોડા કેમ્પમાં રહેલ 70 પૈકી 28 અશ્વોને ચેપ લાગ્યો છે. જેના કારણે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ મલિકે તત્કાલ ઘોડા કેમ્પના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એસ. બારોટને સસ્પેન્ડ કરી સ્પેશિયલ ઇન્ક્વાયરી શરૂ કરી છે.

ઘાસચારાની ગુણવત્તા નબળી: માહિતી મુજબ જાણવા મળ્યું કે, ઘોડાઓને જે ઘાસ ચારા આપવામાં આવતો તેની સાથે લીલ વાળા પાણીનો સતત ઉપયોગ કરતા ઘોડાઓને ચેપ લાગ્યો હતો. જેનાથી પાંચ ઘોડા છેલ્લા મહિનામાં જ મૃત્યુ પામ્યા છે. ખાસ તો ઘોડા કેમ્પ ખાતે હાલમાં યુવા અશ્વો મકડી, રાધા અને જગુઆરનું કસમયે અવસાન પામતા અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે અચાનક મુલાકાત લીધી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટરને તત્કાલ સસ્પેન્ડ કરાયા:આ મુલાકાત દરમિયાન શહેર કમિશનર સામે અખાદ્ય ઘાસચારો અને પ્રદૂષિત પાણીની વ્યવસ્થા ધ્યાનમાં આવી હતી. જેના કારણે ઘોડાના મૃત્યુ થયા અને 28 ઘોડાં ને ચેપ લાગ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સ્થળ પરની તપાસ બાદ કમિશનર જી. એમ મલિકે ઘોડા કેમ્પ પોલીસ ઇન્સ્પેક્ટરને તત્કાલ સસ્પેન્ડ કરતાં શહેર પોલીસ બેડામાં ચર્ચાનો ગણગણાટ શરૂ થયો છે. ETV Bharat એ શહેર પોલીસ કમિશન જી.એસ.મલિકનો મોબાઈલ ફોન પર આ ઘટના બાબતે પ્રતિભાવ મેળવવા પ્રયાસ થયો તો ફોન રિસિવ કરવામાં આવ્યો ન હતો.

ઘોડા કેમ્પમાં 8 ઘોડાના થયા હતા મોત: વર્ષ 2023થી શાહીબાગ ઘોડા કેમ્પમાં અત્યાર સુધીમાં 8 ઘોડાના મોત થયા છે. ઘોડાના આ પ્રકારે મોત થતાં પોલીસ કમિશનર જી.એસ. મલિકે મુલાકાત લીઘી હતી. પોલીસ કમિશનરે આ અંગે તપાસ કરવા માટે ઝોન 6 ડીસીપી રવિ મોહક સૈનીને આદેશ આપ્યો હતો. ત્યારે DCP રવી મોહન સૈનીએ તપાસ હાથ ધરી, બાદ રિપોર્ટ પોલીસ કમિશનરને સોંપ્યો હતો. જેમાં પીઆઈની બેરદકારી હોવાનું સામે આવતા પોલીસ ઈન્સપેક્ટર એમ. એસ. બારોટ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

  1. ગુજરાતની 120 પેપરમિલો પર મંદીનું ગ્રહણ, ચાઈના સામેની હરીફાઈમાં ભારતીય પેપર ઉદ્યોગ હાંફ્યો - Gujarat paper industry
  2. ચાંદીપુરા વાયરસથી હાહાકાર! રાજ્યમાં સર્વેલેન્સની કામગીરી હાથ ધરાઈ - CHANDIPuRA VIRUS 2024

ABOUT THE AUTHOR

...view details