ગુજરાત

gujarat

ETV Bharat / state

થરામાં સસ્તું સોનું આપવાનું કહી કર્યું અપહરણ અને પછી... પકડાયેલા આરોપીઓએ કર્યો ખુલાસો - Banaskantha Crime - BANASKANTHA CRIME

જો કોઈ તમને સસ્તુ સોનું આપવાની વાત કરે છે, તો તમે સાવધાન થઈ જજો. કારણ કે બનાસકાંઠામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં સસ્તા સોનાની લાલચે એક વ્યક્તિને પાંચ લાખ ગુમાવવા પડ્યા હતા. જાણો સમગ્ર મામલો... kidnapping and robbery Case

પાંચ આરોપી ઝડપાયા
પાંચ આરોપી ઝડપાયા (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 3, 2024, 3:22 PM IST

Updated : Oct 3, 2024, 3:33 PM IST

બનાસકાંઠા :જિલ્લામાંથીહાલમાં જ એક અપહરણ અને લૂંટનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આરોપીઓએ પ્રથમ સસ્તુ સોનું આપવાની લાલચ આપી અને જ્યારે વ્યક્તિ સોનું લેવા પહોંચ્યો ત્યારે તેનું કારમાં અપહરણ કરવામાં આવ્યું. બાદમાં ધાકધમકી આપી 5 લાખ રૂપિયાની લૂંટ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં આ પાંચ શખ્સોને ઝડપીને જેલ હવાલે કરી દીધા છે.

અપહરણ અને લૂંટનો બનાવ :વાત છે બનાસકાંઠા જિલ્લાના થરાની, જ્યાં ભાવેશભાઈ રબારી નામના ફરિયાદીને પાલનપુરના કિરણ ઠાકોરે સસ્તુ સોનું આપવાની વાત કરી અને પાંચ લાખ રૂપિયા લઈને બોલાવ્યા હતા. જોકે, આ સસ્તુ સોનું લેવા માટે જ્યારે ભાવેશભાઈ ત્યાં પહોંચ્યા તો પાંચેય શખ્સોએ મળીને ધાક-ધમકી આપી અને તે બાદ સ્વિફ્ટ કારમાં તેમનું અપહરણ કરી રાધનપુર તરફ કાર હંકારી દીધી હતી.

થરામાં સસ્તું સોનું આપવાનું કહી કર્યું અપહરણ અને પછી... (ETV Bharat Gujarat)

પાંચ આરોપી ઝડપાયા :આરોપીઓ પાંચ લાખ રૂપિયાની લૂંટ કરી ફરિયાદી ભાવેશભાઈને રસ્તામાં ઉતારી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થરા પોલીસ મથકે કરવામાં આવતા થરા પોલીસ મથકના PI આર. એચ. જારીયાએ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં કિરણ ઠાકોર, પાર્થ વાઘેલા, અર્જુનસિંહ ઝાલા, પૃથ્વીરાજ મસાણી અને વિકાસ મકવાણા નામના પાંચેય શખ્સોને ઝડપીને આ કેસનો ભેદ ઉકેલી લીધો છે.

થરા પોલીસની ઉમદા કામગીરી :પકડાયેલા પાંચેય શખ્સો પાસેથી લૂંટની રકમ રૂપિયા 4,97,000 અને ગુનામાં વપરાયેલ સ્વીફ્ટ કાર સહિત નવ લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે હાલ કબજે કરી લીધો છે. તેમજ પકડાયેલા પાંચેય શખ્સો સામે પોલીસે આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે. જોકે, ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી પાંચ શખ્સોને ઝડપી લેવા મામલે જિલ્લા પોલીસ વડાએ થરા પોલીસની કામગીરીને વખાણી હતી.

  1. ચોરીની ઘટનામાં પોલીસે ફરિયાદીને માર માર્યો, કોર્ટે આપ્યો આદેશ
  2. ખેતરમાં મળ્યા બે મૃતદેહ : છાપીના નળાસર ગામ નજીક બનાવ
Last Updated : Oct 3, 2024, 3:33 PM IST

ABOUT THE AUTHOR

...view details