બનાસકાંઠા:જિલ્લામાં જિલ્લા શિક્ષણ વિભાગની કચેરી દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં 33 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા હોવાની માહિતી જિલ્લા શિક્ષણ વિભાગ અધિકારી દ્વારા આપવામાં આવી છે.આ મુદ્દે જણાવતા તેમણે કહ્યું કે, '33 શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જોકે હજુ 6 શિક્ષકો સામે બરતરફ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.'
બનાસકાંઠામાં 33 જેટલા શિક્ષકો સામે જિલ્લા શિક્ષણ વિભાગની કાર્યવાહી, 6 શિક્ષકોને નોટિસ આપવામાં આવી - Teacher dispute in Banaskantha
બનાસકાંઠાના અંબાજીમાં ભુતિયા શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગ બાદ ગુજરાત ભરમાં ભૂતિયા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા શિક્ષણ મંત્રીએ આદેશ આપી દીધા છે, જે બનાસકાંઠા જિલ્લામાં પણ આ પ્રકારના 33 ભુતિયા શિક્ષકો સામે જિલ્લા શિક્ષણ વિભાગની કચેરી દ્વારા કાર્યવાહી કરાઈ છે. જાણો. Teacher dispute in Banaskantha
Published : Aug 11, 2024, 3:57 PM IST
દાંતા તાલુકાના પાંછા શાળાની શિક્ષિકા અમેરિકામાં રહી શાળામાં નોકરી ચાલુ હોવાના ઉઠેલા વિવાદ બાદ જિલ્લા શિક્ષણ વિભાગ તેમજ રાજ્ય શિક્ષણ વિભાગ તરફથી આવા શિક્ષકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે, અને જે શિક્ષકો છેલ્લા ઘણા સમયથી લાંબી રજાઓ કોઈપણ મંજૂરી વિના રાખી અને સ્કૂલમાં નથી આવતા તેમના સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.
બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં 33 શિક્ષકોને બરતરફ કરવાની કર્યા બાદ 6 શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે, અને ખુલાસો માંગવામાં આવ્યો છે તેમના સામે પણ કડક કાર્યવાહી કરાશે. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, વિદેશ ગયેલા શિક્ષકો રૂબરૂ હાજર થઈ શક્યા નથી માટે રાજીનામાંની કાર્યવાહી આગળ વધી શકી નથી તેમજ શિક્ષણ વિભાગના 2006ના મુજબ સીધી કાર્યવાહી થઈ શકતી નથી. આ પ્રકારની માહિતી DPEO દ્વારા જણાવવામાં આવી હતી.