જૂનાગઢ: કથિત તોડકાંડ મામલો હજુ પણ તપાસના વમળોમાં અટવાતો જોવા મળી રહ્યો છે. માણાવદરના પૂર્વ સીપીઆઈ તરલ ભટ્ટની પૂછપરછને અંતે એટીએસ દ્વારા મૂળ ભાવનગરના અને હાલ મુંબઈ રહેતા દીપ શાહની નાણાકીય લેવડ દેવડમાં અટકાયત કરવરામાં આવી હતી. દીપ શાહને આજે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણીમાં ખૂબ જ લંબાણપૂર્વકની દલીલો બાદ જૂનાગઢ કોર્ટે દીપ શાહની રિમાન્ડ અરજી નામંજૂર કરીને જૂનાગઢ જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.
Taral Bhatt Case Updates: તોડકાંડમાં મુંબઈના દીપ શાહના રિમાન્ડ જૂનાગઢ કોર્ટે નામંજૂર કર્યા, જેલભેગો કર્યો - Bail Application Reject
માણાવદરના ચકચારી કથિત તોડકાંડ મામલામાં એટીએસ દ્વારા મુંબઈના દીપ શાહની અટકાયત કરીને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે દીપ શાહના રિમાન્ડ નામંજૂર કરીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Taral Bhatt Case Updates
Published : Feb 28, 2024, 9:36 PM IST
|Updated : Feb 28, 2024, 10:09 PM IST
તરલ ભટ્ટનો મિત્રઃ જ્યૂડિશિયલ કસ્ટડીમાં રહેલા માણાવદરના પૂર્વ સીપીઆઈ તરલ ભટ્ટ અને આજે પોલીસ પકડમાં રહેલા મુંબઈના દીપ શાહ બંને મિત્રો છે. તરલ ભટ્ટનું વતન ભાવનગર હોવાને કારણે પણ બંને એકબીજાના સંપર્કમાં હોવાની વિગતો એટીએસને મળી છે. જૂનાગઢ તોડકાંડમાં તપાસ કરી રહેલ એટીએસને દીપ શાહ વિશે માહિતી મળી હતી. તેથી દીપ શાહની મુંબઈથી એટીએસ દ્વારા અટકાયત કરાઈ હતી અને કોર્ટમાં રજૂ કરાયો હતો.
હવાલા મારફત રૂપિયાની લેતી દેતીઃ સમગ્ર તોડકાંડ મામલામાં હવાલા મારફતે રૂપિયાની લેતી દેતી થતી હતી. જેમાં દીપ શાહ તરલ ભટ્ટ માટે કામ કરતો હોવાનું સામે આવ્યું છે. તરલ ભટ્ટ દ્વારા જે બેન્ક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. આવા તમામ ખાતેદારોનો સંપર્ક તરલ ભટ્ટના કહેવાથી દીપ શાહ દ્વારા કરવામાં આવતો હતો. ફ્રીજ થયેલું બેન્ક એકાઉન્ટ ફરીથી કાર્યરત કરવા માટે ખાતાધારકો પાસેથી દીપ શાહ મોટો તોડ કરતો હતો. દીપ શાહ કેટલીક રકમ આંગડિયા મારફતે તરલ ભટ્ટને મોકલતો હતો. આ માહિતીના આધારે દીપ શાહની એટીએસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આજે જૂનાગઢ કોર્ટે તેના રીમાન્ડ નામંજૂર કરીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.