ગુજરાત

gujarat

ETV Bharat / state

Shikshapatri: સ્વામિનારાયણ સંપ્રદાયના શિક્ષાપત્રી ગ્રંથની આજે જન્મ જયંતિ, સમગ્ર માનવ જાત માટે શ્રેષ્ઠ ગ્રંથભેટ - Vasant Panchmi

ભગવાન સ્વામિનારાયણ દ્વારા 1882માં વસંત પંચમીના પાવન દિવસે શિક્ષાપત્રીની રચના કરવામાં આવી હતી. આજના દિવસને સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શિક્ષાપત્રી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ પાવન પ્રંસગે શિક્ષાપત્રીના આધ્યાત્મિક અને સામાજિક મહત્વ વિશે વાંચો વિગતવાર. Swaminarayan Shikshapatri Lord Swaminarayan Vasant Panchmi

સ્વામિનારાયણ સંપ્રદાયના શિક્ષાપત્રી ગ્રંથની આજે જન્મ જયંતિ
સ્વામિનારાયણ સંપ્રદાયના શિક્ષાપત્રી ગ્રંથની આજે જન્મ જયંતિ

By ETV Bharat Gujarati Team

Published : Feb 14, 2024, 4:23 PM IST

સમગ્ર માનવ જાત માટે શ્રેષ્ઠ ગ્રંથભેટ

જૂનાગઢઃ વર્ષ 1882માં વસંત પંચમીના પાવન દિવસે ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે શિક્ષાપત્રી લખવામાં આવી હતી. ત્યારથી આજના દિવસને શિક્ષાપત્રી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. શ્રી હરિની પરાવાણી એટલે શિક્ષાપત્રી. શિક્ષાપત્રીને માનવદેહને સાર્થક કરવા માટેનો એક આદર્શ ગ્રંથ ગણાય છે. શિક્ષાપત્રીમાં 212 જેટલા શ્લોકની રચના કરવામાં આવી છે. આ શ્લોકોમાં આદર્શ માનવ જીવન અંગે સચોટ અને અનુકરણીય આજ્ઞાઓ કરવામાં આવી છે.

સમગ્ર માનવજાત માટે શ્રેષ્ઠ ભેટ

સર્વ શાસ્ત્રોનું દોહન એટલે શિક્ષાપત્રીઃ સર્વ શાસ્ત્રોના દોહનરૂપ સાર એટલે શિક્ષાપત્રી. ભગવાન સ્વામિનારાયણ દ્વારા શિક્ષાપત્રીના રૂપમાં 'સાગરને ગાગર'માં સમાવિષ્ટ કરાયો છે. 1882માં મહા સુદ પંચમી એટલે વસંત પંચમીના પવિત્ર દિવસે લખાયેલી શિક્ષાપત્રીમાં 212 શ્લોકનો સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષાપત્રીનો પ્રત્યેક શ્લોક માનવ જીવન માટે શ્રેષ્ઠ પથદર્શક છે. તેમજ દરેક શ્લોક મોક્ષ માર્ગના પગથિયાં સમાન છે. 212 શ્લોકના ધાર્મિક ગ્રંથ એવા શિક્ષાપત્રીમાં અનેક આજ્ઞાઓ પણ કરવામાં આવી છે.

શિક્ષાપત્રીનું આધ્યાત્મિક અને સામાજિક મહત્વ

વસુધૈવ કુટુંબકમનો સંદેશઃ શિક્ષાપત્રીની આજ્ઞાઓને અનુસરવાથી લોક અને પરલોકમાં મહાસુખ પ્રાપ્ત થાય છે. શિક્ષાપત્રી ઉપદેશ કરનાર નહીં પરંતુ પરમ શ્રેયસ્કર આશીર્વાદથી ભરેલું શાસ્ત્ર છે. આ ગ્રંથના આધારે ભગવાન સ્વામિનારાયણનો મુખ્ય ધ્યેય મનુષ્યને સદાચારી બનાવવાનો છે. આ ગ્રંથના દરેક શ્લોક, પ્રત્યેક આજ્ઞાઓ વસુધૈવ કુટુંબકમનો સંદેશો આપે છે.

212 શ્લોકમાં વિવિધ આજ્ઞાઓ કરવામાં આવી

સમગ્ર માનવજાત માટે શ્રેષ્ઠ ભેટઃ સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ આજના આધુનિક યુગમાં ચલાવવી પડે છે પરંતુ સ્વામિનારાયણ ભગવાને 142 વર્ષ પહેલા મળમૂત્ર વિસર્જન સંદર્ભે આજ્ઞા કરી હતી. તેમણે જીર્ણ દેવાલય, નદી, તળાવ, માર્ગ, વાવેલું ખેતર, વૃક્ષની છાયા, ફૂલવાડી, બગીચા જેવા સ્થાનનો પર ક્યારેય પણ મળમૂત્રનો ત્યાગ ન કરવા તેમજ આવા સ્થાનો પર થૂંકવુ પણ નહી તેવી આજ્ઞા શિક્ષાપત્રીમાં કરી છે. આવી નાની-નાની બાબતો ધ્યાનમાં રાખીને ભગવાન સ્વામિનારાયણ દ્વારા શિક્ષાપત્રીની રચના કરવામાં આવી છે. તેથી શિક્ષાપત્રીએ સમગ્ર માનવજાત માટે શ્રેષ્ઠ ભેટ છે.

ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા રચિત શિક્ષાપત્રી 'સર્વ ધર્મ સમભાવ' અને 'વસુધૈવ કુટુંબકમ'નો સંદેશો આપે છે. શિક્ષાપત્રીમાં આચાર્યો, રાજાઓ, ગૃહસ્થ તથા ત્યાગીઓના વિશેષ ધર્મો વિસ્તૃત રીતે આલેખાયા છે. સર્વ દાનમાં વિદ્યા દાન શ્રેષ્ઠ છે અને વિદ્યાર્થીને અભય દાન અનાયાસે પ્રાપ્ત થાય છે. શિક્ષાપત્રીના 132મા શ્લોકમાં સ્વામિનારાયણ ભગવાન જણાવે છે કે, ભણાવ્યાની શાળા કરાવી, સદ્વિયાની પ્રવૃત્તિ કરાવવી. અહીં માત્ર વિદ્યા નહિ પરંતુ સદ્વિયા શબ્દ પ્રયોગ છે. જેનો અર્થ છે સંસ્કાર યુક્ત વિદ્યા. જેમાં માણસનનું ભણતર સાથે ગણતર થાય અને સાથોસાથ આધ્યાત્મિક વિકાસ પણ થાય છે. જેનાંથી માત્ર એક પરિવારને જ નહિ પરંતુ સમગ્ર રાષ્ટ્રને પણ સારા નાગરિકો મળે...ડી. કે. સ્વામી(સ્વામીનારાયણ સાધુ, જૂનાગઢ)

  1. Shikshapatri Anniversary: કુમકુમ મંદિરમાં શિક્ષાપત્રીનો સામૂહીક પાઠ કરાયો, 197મી જયંતી ઉજવાઈ
  2. Shikshapatri Janma Jayanti: જીવન જીવવાની શીખ આપતી શિક્ષાપત્રીની 192મી જયંતિ, 212 શ્લોક

ABOUT THE AUTHOR

...view details