ગુજરાત

gujarat

ETV Bharat / state

મહતમ તાપમાન 39.4 ડિગ્રી સુધી પહોંચતા, સુરતીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા - Surat Temperature - SURAT TEMPERATURE

રાજ્યમાં હાલમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. સુરતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. સતત ત્રણ ચાર દિવસથી આગ ઝરતી ગરમીના કારણે લોકો કામ વિના ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

Etv BharatSURAT TEMPERATURE
Etv BharatSURAT TEMPERATURE (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : May 19, 2024, 8:29 PM IST

સુરતમાં ગરમીનો પ્રકોપ (etv bharat gujrat)

સુરત:ગુજરાતમાં હાલમાં સતત ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. એપ્રિલ મહિનાની શરુઆતમાં જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો આસમાને પહોંચી રહ્યો છે. આજરોજ મહતમ તાપમાન 39.4 ડિગ્રી સુધી પહોંચતા સુરતીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. સતત ત્રણ ચાર દિવસથી આગ ઝરતી ગરમીના કારણે લોકો કામ વિના ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

શેરીઓ સહિતના મુખ્યા માર્ગો સુમસામ બન્યા:સુરત જિલ્લાના કામરેજ, બારડોલી, ઓલપાડ, પલસાણા, માંગરોળ, માંડવી, મહુવા, ઊમરપાડા સહિતના તાલુકાઓમાં બપોરના સુમારે મુખ્ય બજારો, શેરીઓ સહિતના મુખ્યા માર્ગો સુમસામ બન્યા છે. હાલમાં વેકેશન ચાલતું હોવાથી મોડી સાંજે તાપ ઓછો થતાં લોકો પોતાના બાળકો સાથે બહાર ફરવા નીકળી પડે છે. મોડી રાત્રી સુધી સૌ કોઇ ઠંડા પીણા, બરફના ગોળા, શરબત, સોડા પીવાનું અને ગરમીથી છુટકારો મેળવવા મથતા હોય છે.

માવઠા બાદ ગરમીમાં એકાએક વધારો:ઉલ્લેખનિય છે કે, પાંચ દિવસ અગાઉ સુરત જિલ્લામાં થયેલા માવઠા બાદ ગરમીમાં એકાએક વધારો થયો છે.જેને લઇને લોકો હાલ પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે. પ્રસંગોમાં ગરમીથી બચવા કૂલર,પાણીના ફુવારાઓની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

બપોરે જાણે કરફ્યુ જેવો માહોલ: સુરત જિલ્લાના આગેવાન મનહર ભાઈએ જણાવ્યું હતું કે, હાલ કાળજાળ ગરમી પડી રહી છે.જેને લઇને સૌ કોઈ હેરાન પરેશાન થઈ ગયા છે. ખેડૂતો બપોરે ખેતરે જવાનું પણ ટાળી રહ્યા છે. બપોરે જાણે કરફ્યુ હોય તેવો માહોલ જાહેર જગ્યાઓ પર જોવા મળે છે.

  1. પ્રચંડ ગરમીના મોજામાં શેકાયું જૂનાગઢ, 2 દિવસની રાહત બાદ તાપમાન 44 ડિગ્રીને પાર - Junagadh temperature

ABOUT THE AUTHOR

...view details