સુરેન્દ્રનગર: વઢવાણ APMCમાં છેતરપીંડી અને હોદ્દાના દુરુપયોગ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. APMCના ચેરમેન, વાઈસ ચેરમેન અને ડિરેક્ટર સહિત ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંંધવામાં આવી છે. APMCના રેકોર્ડ સાથે ચેંડા કરી હરાજી દરમિયાન શાકભાજીના ખાના પોતાના લાગતા વળગતા અને સગા સંબંધીઓને ફાળવી છેતરપિંડી કરી હતી. ખોટા રેકોર્ડનો સાચા તરીકે ઉપયોગ કરી હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો.
આ મામલે અનેક વખત રજૂઆત કરાઈ: જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા 420 હેઠળ છેતરપિંડી અંગેનો વઢવાણ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે. જ્યારે આ સમગ્ર મામલાને લઇ APMC ના ચેરમેન, વાઈસ ચેરમેન સહિતનાઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. પોલીસે ફરિયાદના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, ત્યારે હજુ પણ વઢવાણ એપીએમસીમાં કૌભાંડો બહાર આવે તેવી એપીએમસીના રાજકારણમાં ફેલાઈ જવા પામ્યો છે.