સુરેન્દ્રનગર: આગામી 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની દિલ્હી ખાતે ઉજવણી થવાની છે. ત્યારે આ ખાસ દિવસે ઘણા મહાનુભાવોને ધ્વજ વંદનમાં સહભાગી થવાનું નિમંત્રણ મળેલું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પદ્મશ્રી મુક્તાબેન ડગલીને પણ આ ખાસ પર્વના ઉજવણી સમારોહમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ આપવામાં આવ્યું છે.
કોણ છે પદ્મશ્રી મુક્તાબેન ડગલી?:સુરેન્દ્રનગર જિલ્લામાં પદ્મશ્રી મુક્તાબેન ડગલી દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે ઘણા સેવાકીય કાર્યો કર્યા છે. પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો આર્થિક રીતે આગળ આવે અને સમાજની અંદર લોકો સાથે રહી શકે તે માટે મુક્તાબેને ઘણા સેવાકીય કાર્યો કર્યા છે. જેને ધ્યાને લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમને પદ્મશ્રીનો અવોર્ડ પણ એનાયત કર્યો હતો.