ગુજરાત

gujarat

ETV Bharat / state

વરરાજાએ 100 અશ્વો સાથે જાન જોડી, માર્ગો ઘોડાના ડાબલાના અવાજથી ગુંજ્યા, પૈસાનો પણ વરસાદ - GROOM PROCESSION ON A HORSE

સૌ કોઈ પોત-પોતાના લગ્નને યાદગાર બનાવવા માંગતા હોય છે, ત્યારે ચોટીલા પંથકના એક વરરાજાએ કંઈક એવું કર્યુ કે, લોકો તેમની ચર્ચા કરી રહ્યાં છે.

ચોટીલા પંથકના વરરાજાએ 100 અશ્વો સાથે જાન જોડી
ચોટીલા પંથકના વરરાજાએ 100 અશ્વો સાથે જાન જોડી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 20, 2025, 5:16 PM IST

સુરેન્દ્રનગર:ગુજરાતમાં લગ્નસરાની મોસમ જામી રહી છે, ઘણા લોકો પોતાના લગ્નને અનોખી રીતે અને યાદગાર બની રહે તે પ્રકારે કંઈક વિવિધતા સાથે લગ્નની તૈયારીઓ કરતા હોય છે. ત્યારે ચોટીલા પંથકના એક વરરાજા અશ્વ પર સવાર થઈને પરણવા નીકળ્યા હતા અને સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.

ચોટીલાના ખેરડી ગામના મહાવીરભાઈ ખાચર નામના વરરાજાના લગ્ન પીપળીયાના ધાધલ ગામના વતની અને હાલ ચોટીલામાં રહેતા અનકુભાઈ દડુભાઈની દીકરી સાથે નક્કી થયા હતા. મહાવીરભાઈએ પોતાની જાન બધાથી જુદી જ રીતે જોડવાનો નિર્ણય કર્યો હતો અને રજવાડી ઠાઠ સાથે ઘોડા પર સવાર થઈને જાન જોડવાનું આયોજન કર્યુ હતું.

ચોટીલા પંથકના વરરાજાએ 100 અશ્વો સાથે જાન જોડી (Etv Bharat Gujarat)

ત્યાર બાદ વરરાજા મહાવીરભાઈ 100 જેટલા ઘોડે સવારો સાથે ઘોડે સવારી કરીને જાન લઈને પહોંચ્યા હતાં. માર્ગો પર પુરપાટ વેગે અશ્વ પર સવાર થઈને નીકળેલા આ વરરાજા પર જાનૈયાઓએ પૈસાનો વરસાદ પણ કર્યો હતો.

ઘોડે સવાર વરરાજા મહાવીર ખાચર (Etv Bharat Gujarat)

ખેરડીથી નીકળેલી જાન ચોટીલા પહોંચતા આકર્ષણનું કેન્દ્ર બની હતી, રોડ પર એકસાથે 100 જેટલા અશ્વો પર પસાર થતાં જાનૈયાઓને જોઈને રોડ પરથી આવતા જતા લોકો પણ નવાઈ પામ્યા હતા. આ જાડેરી જાનને જોવા માટે કેટલાંક લોકો થોડી વાર માટે ઊભા રહી ગયા હતાં, રજવાડી પોશાક સાથે અશ્વ પર સવાર વરરાજા મહાવીર ખાચર પર જાનૈયાઓએ રૂપિયાનો વરસાદ કરતા જતા હતા.

  1. બળદગાડામાં વરરાજા! વલસાડમાં ગૌવંશને બચાવવાના સંદેશ સાથે બળદ ગાડામાં નીકળી જાન
  2. જાન લીલા તોરણે પાછી ફરી, વરરાજા અને તેના મિત્રોએ કર્યુ કંઈક આવું... દુલ્હનની માતાએ જોડ્યા હાથ

ABOUT THE AUTHOR

...view details