સુરત: વેસુ વિસ્તારની એક લગ્ન ઈચ્છુક મહિલાને મેટ્રીમોનિયલ સાઈટ્સ પરથી મળેલા પાર્ટનર સામે દુષ્કર્મ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે વેસુ પોલીસે વડોદરાના સુરેશ લેડવાણી નામના વ્યક્તિ સામે દગાબાજી અને દુષ્કર્મનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
મેટ્રીમોનિયલ સાઈટ્સ પરથી ઓળખાણ: પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે વેસુમાં બે સંતાનો સાથે રહેતા ૪૯ વર્ષીય મહિલાના ૩ વર્ષથી મીસિંગ હોય પરિવારજનોએ તેમને બીજા લગ્ન કરવાનું કહેતા મહિલાએ મેટ્રીમોનિયલ સાઈટ્સ પર પોતાનો બાયોડેટા અપલોડ કર્યો હતો. આ સાઈટ થકી એક વર્ષ અગાઉ વડોદરાના સુરેશ લેડવાણીના સંપર્કમાં તેઓ આવ્યા હતા અને તેઓ નિયમિત ચેટિંગ કરવા સાથે મોબાઈલ પર પણ વાતચીત કરતા હતા.
લગ્નની લાલચે મહિલા સાથે દુષ્કર્મ અને છેતરપિંડીની ફરિયાદ (Etv Bharat Gujarat) આરોપીએ આપ્યો લગ્નની પ્રસ્તાવ: સુરેશે પોતાની પત્ની મૃત્યુ પામી હોવાનું જણાવી મહિલા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. દરમિયાન બંને હરતા-ફરતા થયા હતા. એક વખતે બંને મુંબઇ ફરવા ગયા હતાં અને ત્યાંની હોટલોમાં રોકાણ દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા હતા.
મહિલાનો આરોપ: આરોપી સુરેશે ટ્રેડિશનલ કપડાં ભાડેથી આપવાનો બિઝનેસ કરતો હોવાનું જણાવી મહિલા પાસેથી ધંધામાં રોકાણ કરવાની લોભામણી સ્કીમ સમજાવી હતી. પ્રેમમાં ગળાડૂબ થયેલી મહિલા આરોપીની વાતમાં આવી ગયાં અને ટૂકડે-ટૂકડે મળી કુલ ૬૪.૬૧ લાખનું રોકાણ કર્યુ હતુ.
થોડાં સમય બાદ સુરેશે આ મહિલાથી મોઢું ફેરવી લીધું હતુ અને અન્ય કોઈ યુવતી સાથે રિલેશન રાખવાના શરૂ કરી દીધા હતા. મહિલાએ સુરેશ પાસેથી પોતાના ૬૪.૬૧ લાખ રૂપિયા પરત માંગ્યા હતાં. આખરે મીનાબેને ન્યાય માટે પોલીસનું શરણ લીધું હતુ. વેસુ પોલીસે બળાત્કાર અને છેતરપિંડીનો ગુનો નોંધી વડોદરાના સુરેશ મોહનદાસ લેડવાણીની ધરપકડ કરી હતી.
- અમદાવાદની દુષ્કર્મ પીડિતાને ગુજરાત હાઈકોર્ટે આપી ગર્ભપાતની મંજુરીઃ 'જન્મ આપતા સામાજિક, શારીરિક, માનસિક પીડા'
- માંગરોળ ગેંગરેપ કેસનો મામલો: પોલીસે આરોપીઓ વિરુદ્ધ પુરાવાઓ એકત્ર કરીને સુરત કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી