ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત: ગટરના પાણીમાં પુરુષો-મહિલાઓ ધૂણતા હોવાનો વીડિયો વાઈરલ, તપાસમાં શું સામે આવ્યું? - SURAT VIRAL VIDEO

કોઠવા દરગાહ પાસે એક સાથે મહિલાઓ અને પુરુષો ગટરના ગંદા પાણીમાં ધુણતા હોય તેવો વીડિયો સામે આવ્યો.

ગંદા પાણીમાં પુરુષો અને મહિલાઓ
ગંદા પાણીમાં પુરુષો અને મહિલાઓ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 20, 2024, 7:14 PM IST

સુરત: તાજેતરમાં જ સુરત જિલ્લામાં વિચલિત કરી દેતા દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં કોઠવા દરગાહ પાસે એક સાથે મહિલાઓ અને પુરુષો ગટરના ગંદા પાણીમાં ધુણતા હોય તેવો વીડિયો સામે આવ્યો. આ વાઈરલ વીડિયોને લઈને ETV Bharat દ્વારા તપાસ કરવામાં આવી હતી.

વીડિયોની તપાસમાં શું સામે આવ્યું? (ETV Bharat Gujarat)

ગંદા પાણીમાં ધૂણતા પુરુષો અને મહિલા
અંધ શ્રધ્ધાને લઇને સરકાર ગેમ તેટલા કડક કાયદાઓ લાવે જન જાગૃતિ માટે ગમે તેટલા પ્રયાસો કરે છતાં સમાજમાં અંધ શ્રધ્ધા દૂર નથી થઈ રહી. ત્યારે વધુ એકવાર અંધ શ્રધ્ધાના વરવા દ્રશ્યો સામે આવ્યા છે. સુરત જિલ્લામાં વિચલિત કરી દેતા દ્રશ્યો સામે આવ્યા છે. સુરત જિલ્લામાં છેલ્લા બે-ચાર દિવસથી કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં પુરુષો અને મહિલાઓ એક સાથે ગટરના પાણીમાં ધુણતા નજરે ચડી રહ્યાં છે અને તેઓ હાકલા પડકારા કરી રહ્યા છે. એ લોકોને જોવા ટોળેટોળા એકત્ર થયા હતા.

સુરતના કયો વિસ્તારનો છે વીડિયો?
ત્યારે વાયરલ થયેલ વીડિયો સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોઠવા ગામ ખાતે આવેલી દરગાહ નજીકનો હોવાનું સામે આવ્યું છે. સુરત જિલ્લા મુસ્લિમ સમાજના આગેવાન કુતબુદ્દીન હાફેઝીએ જણાવ્યું હતું કે, આ વિડિયા તાજેતરમાં કોઠવા ખાતે જે ઉર્સ મેળો ભરાયો હતો એ દરમિયાનનો છે. છેલ્લા ઘણા વર્ષોથી મેળા દરમિયાન આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે. લોકોમાં એવી ગેર માન્યતા છે કે આ પાણીમાં સ્નાન કરવાથી તેઓ પવિત્ર થાય છે. દરગાહના સંચાલકો અને તંત્ર લોકોમાં અંધશ્રદ્ધા દૂર થાય એ માટે કામ કરે તે ખૂબ જરૂરી બન્યું છે. આ પ્રકારના દ્રશ્યો પરથી સાબિત થાય છે કે લોકોમાં કેટલી અંધ શ્રધ્ધા છે.

આ પણ વાંચો:

  1. PMJAY કાંડ 2.0: નરોડાની શેલ્બી હોસ્પિટલ આવી વિવાદમાં, સારવાર દરમિયાન 62 વર્ષીય દર્દીનું મોત...
  2. દિલ્હી પોલીસની ગુજરાતમાં રેડ, દુષ્કર્મના આરોપીનો 1500KM પીછો કરીને સુરતથી ઝડપી પાડ્યો

ABOUT THE AUTHOR

...view details