ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat: સુરતીલાલાઓની સ્પીડ પર બ્રેક, 9 મહિનામાં ટ્રાફિક પોલીસે વસૂલ્યો 12 કરોડનો દંડ

સુરત શહેરમાં અકસ્માતોની સંખ્યા ડામવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે ટ્રાફિક વિભાગે કમર કસી છે. ખાસ તો ઓવરસ્પીડને લઈને અકસ્માત ન સર્જાઈ તે માટે સુરતીલાલાઓની સ્પીડને કંટ્રોલમાં કરવાનું કામ સુરત પોલીસે હાઈટેક સ્પીડગન દ્વારા કરી રહી છે, જેના ભાગે રૂપે સુરત ટ્રાફિક વિભાગે ગત વર્ષના 9 મહિનામાં 12 કરોડ રૂપિયા જેટલાં દંડની વસૂલી કરી છે.

By ETV Bharat Gujarati Team

Published : Feb 11, 2024, 8:22 AM IST

Updated : Feb 11, 2024, 10:50 AM IST

સુરતીલાલાઓની સ્પીડ પર બ્રેક
સુરતીલાલાઓની સ્પીડ પર બ્રેક

સુરતમાં 9 મહિનામાં ટ્રાફિક પોલીસે વસૂલ્યો 12 કરોડનો દંડ

સુરત:ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી અને બ્રિજ સિટી જેવા નામોથી ઓળખાતા સુરત શહેરમાં અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો નોંધાઈ રહ્યો છે. શહેરમાં સર્જાતા મોટાભાગના અકસ્માતોમાં વાહનોની ઓવરસ્પીડ જવાબદાર હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. ત્યારે અમદાવાદ ઇસ્કોન બ્રિજ પાસે સર્જાયેલા ગોઝારા અકસ્માત અને સુરતના કાપોદ્રામાં થયેલી હિટ એન્ડ રનની ઘટનામાં કારની સ્પીડ 100 કિમી થી વધુની સ્પીડ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. ભરચક વિસ્તારમાં પણ કારચાલકોની સ્પીડની મજાનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે. ત્યારે સરકારે પણ ઓવરસ્પીડ વાહનચાલકોને સકંજામાં લેવા કવાયત હાથ ધરી છે. આ કવાયતના ભાગરૂપે રાજ્યભરની પોલીસોને ઓવરસ્પીડ વાહનોને ઓનલાઈન ટ્રેક કરવા કહો કે કેચ કરવા સ્પીડગન ફાળવવામાં આવી છે.

વાહનચાલકો સ્પીડગનથી ઝપેટમાં: સુરત શહેર પોલીસની ટ્રાફિક શાખાને 32 હાઈટેક સ્પીડગન ફાળવાઈ છે. ટ્રાફિક પોલીસે શહેરમાં ઓવરસ્પીડના કારણે જ્યાં-જ્યાં વધુ અકસ્માતો થાય છે, તે પોઇન્ટ્સ પર ટ્રાફિક પોલીસ કર્મીઓને સ્પીડગન સાથે તહેનાત કરાયા છે. ગત માર્ચ 2023 થી સ્પીડગનથી ટુવ્હીલર, કાર કે માલવાહક વાહનોને કેચ કરવાનો સિલસિલો શરૂ થયો અને નવેમ્બર 2023 સુધી ટ્રાફિક પોલીસે 60,401 વાહનચાલકોને સ્પીડગનથી ઝપેટમાં લીધા. જે-તે પોઇન્ટ્સ પર નિયત સ્પીડ કરતાં વધુ સ્પીડે વાહન હંકારતા વાહનચાલકોને સ્પીડગનના કેમેરામાં કેચ કરી ઈ-ચલણ ફટકારવાની તજવીજ હાથ ધરાઈ છે

દંડની જોગવાઈ: ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણી જણાવ્યુ હતુ કે, વર્ષ 2019માં પોલીસ કમિશનરે શહેરના રસ્તાઓ અને કમિશનરે જાહેરનામું બહાર પાડી બાઇકની ગતિ 50 કિમી, કારની ગતિ 60 કિમી, ભારે તથા મધ્યમ વાહનો અને રિક્ષા માટે 40 કિમીની ઝડપ નક્કી કરવામાં આવી છે. જો આ નિયમ ભંગ કરતા વાહનચાલક સ્પીડગનની ઝપટે ચઢે તો બાઇક- રિક્ષાચાલકને રૂપિયા 1500, કારચાલકને 2000 અને ભારે વાહનોને રૂપિયા 4 હજાર સુધીના દંડની જોગવાઇ છે. જે મુજબ વર્ષ 2023ના 9 માસમાં ટ્રાફિક પોલીસની સ્પીડગનથી 60,401 વાહનચાલકો વીંધાયા છે. પોલીસે દંડનો સત્તાવાર આંકડો તો આપ્યો નથી પણ સરેરાશ જોતા પોલીસે 60,401 વાહનચાલકોને રૂ. 12 કરોડથી વધુનો દંડ ફટકાર્યો છે અને જેના ઈ-ચલણ ઇશ્યુ કરી દંડ વસુલાતની તજવીજ પણ ચાલી રહી છે.

ચારેય રિજિયનમાં 3-3 સર્કલ:ટ્રાફિક પોલીસ શાખા ચાર રિજિયનમાં વિભાજિત કરવામાં આવી છે. આ ચારેય રિજિયનમાં 3-3 સર્કલ લેખે કુલ 12 સર્કલ એરિયા આવેલા છે. જે-તે સર્કલ એરિયામાં પોલીસ મથકોના વિસ્તારોનો સમાવેશ કરાયો છે. જે મુજબ સર્કલ 9 (સચિન, સચિન જીઆઇડીસી, પાંડેસરા, વેસુમા સૌથી વધુ ઓવરસ્પીડના કેસો નોંધાયા છે. સર્કલ 1 (સરથાણા), સર્કલ 2 (વરાછા, કાપોદ્રા), સર્કલ 3 ( ઉધના લિંબાયત, ડિંડોલી), સર્કલ 6 (કતારગામ, યોકબજાર) અને સર્કલ 12 (ડુમસ, હજીરા, ઇચ્છાપોર, પાલ)માં પણ બેફામ વાહનચાલકો સ્પીડગનની ઝપડે ચઢ્યા છે.

  1. Surat: માસૂમ બાળકીનો દેહ ચૂંથ્યાં બાદ નરાધમ 10 રૂપિયા આપતો, 1 મહિનામાં 10થી વધુ વખત માસૂમને હવસનો શિકાર બનાવી
  2. Surat Crime : અંબિકા સ્ટોન ક્વોરી પર અસામાજિક તત્વોનો આતંક, ઓફિસમાં તોડફોડ કરી માલિકને માર માર્યો
Last Updated : Feb 11, 2024, 10:50 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details