ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતઃ પ્રેમિકાની ઈચ્છા પ્રેમી માટે જેલના દરવાજા ખોલી ગઈ, ઈચ્છાપૂર્તિ કરવામાં યુવકે કર્યું કારસ્તાન - SURAT SOG POLICE

સુરત SOG પોલીસે બનાવટી ડોક્યુમેન્ટ આધારે અન્ય ધર્મનું નામ ધારણ કરનાર આરોપીને જહાંગીરાબાદ કેનાલ રોડ ઉપરથી ધરપકડ કરી.

સુરતમાં પ્રેમિકાની ઈચ્છા પૂર્ણ કરવા માટે યુવકે અપનાવ્યો એવો રસ્તો કે જે તેને જેલ સુધી દોરી ગયો
સુરતમાં પ્રેમિકાની ઈચ્છા પૂર્ણ કરવા માટે યુવકે અપનાવ્યો એવો રસ્તો કે જે તેને જેલ સુધી દોરી ગયો (ETV BHARAT GUJARAT)

By ETV Bharat Gujarati Team

Published : Jan 16, 2025, 4:54 PM IST

સુરત: સુરત SOG પોલીસે બનાવટી ડોક્યુમેન્ટ આધારે બીજા ધર્મનું નામ ધારણ કરનાર આરોપી મુસીબુલ શેખને જહાંગીરાબાદ કેનાલ રોડ ઉપરથી ધરપકડ કરી. પોતાની પ્રેમિકાની ઈચ્છા પુરી કરવા માટે યુવકે આવું કારસ્તાન કર્યું હોવાનું પોલીસ સામે આવ્યું છે. પોલીસે આ મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સુરત SOG પોલીસે બનાવટી ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને બીજા ધર્મનું નામ ધારણ કરનાર આરોપી મુસીબુલ શેખને જહાંગીરાબાદ કેનાલ રોડ ઉપરથી ધરપકડ કરી છે. આરોપી બીજા ધર્મના લોકોની વસ્તિ ધરાવતા વિસ્તારમાં ભાડાનું મકાન શોધતો હતો પરંતુ તે મુસ્લિમ હોય જેથી કોઈ મકાન આપતું ન હતું. જેથી તેણે પોતાના મોબાઈલ ફોનમાં એપ્લીકેશનની મદદથી પોતાનું ખોટા નામનું બનાવટી આધારકાર્ડ, બનાવી આ ધર્મના લોકોની બહુમતી ધરાવતા વિસ્તારમાં રહેતો હતો. હાલ સમગ્ર મામલે પોલીસ આગળની તપાસ હાથ ધરી છે.

પ્રેમિકાની ઈચ્છા પ્રેમી માટે જેલના દરવાજા ખોલી ગઈ (Etv Bharat Gujarat)

આ બાબતે એસ.ઓ.જી ના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ અનુસાર સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશી ઇસમોને પકડી પાડવા માટે આદેશ કર્યો કર્યો છે. તેમના આદેશ અનુસાર આજરોજ અમારી એસ.સો.જી ની ટીમ દ્વારા બાતમીના આધારે રાંદેર વિસ્તારના કેનાલ રોડ ઉપરથી આરોપી મુસીબુલ શેખની ધરપકડ કરી છે. આરોપી પાસેથી બે અલગ અલગ નામવાળા ભારતીય આધાર કાર્ડ તથા પાનકાર્ડ મળી આવ્યું હતું. જેની ખરાઇ કરતા આધારકાર્ડ ડોક્યુમેન્ટ બોગસ હોવાનું માલુમ થયું હતું.

પ્રેમિકાની ઈચ્છા પ્રેમી માટે જેલના દરવાજા ખોલી ગઈ (Etv Bharat Gujarat)

તેમણે કહ્યું કેસ આરોપીને એક વિસ્તારમાં ભાડેથી મકાન કોઈ આપતું ન હોવાને કારણે તેણે બોગસ આધારકાર્ડ બનાવ્યું હતું. આ આધારકાર્ડ તેણે મોબાઇલમાં એપ્લિકેશનમાં એડીટીંગ કરીને બનાવ્યું હોવાનું સામે આવ્યું હતું. આરોપી પોતે રાંદેર વિસ્તારના ખાનગી સ્પામાં નોકરી કરે છે. તેને દોઢ વર્ષ પહેલાં મુંબઈમાં એક નેપાળી યુવતી સાથે મિત્રતા થઈ હતી. તે મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થતા બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા અને યુવતી પણ આરોપી સાથે રહેવા માંગતી હતી, પરંતુ યુવતીને ખાસ એક વિસ્તારમાં રહેવું હતું. જેથી આરોપોએ ખોટા બનાવતી ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. પોતાનું નામ પણ બદલ્યું હતું. હાલ સમગ્ર મામલે પોલીસ આગળની તપાસ હાથ ધરી છે.

પ્રેમિકાની ઈચ્છા પ્રેમી માટે જેલના દરવાજા ખોલી ગઈ (Etv Bharat Gujarat)
  1. સુરતમાંથી બાંગ્લાદેશી યુવક ઝડપાયો, દોઢ વર્ષથી બોગસ ડોક્યુમેન્ટના આધારે રહેતો હતો
  2. કચ્છ ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચનની 3 પેઢી કચ્છના સફેદ રણને માણી અભિભૂત થઈ...

ABOUT THE AUTHOR

...view details