સુરતની શાળાઓની બદલાઇ સ્થિતિ સુરત : અત્યાર સુધી સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમા વિદ્યાર્થીઓની ઘટ હતી. જો કે હવે જે રીતે ખાનગી સ્કૂલોમા ફીના ઉઘરાણા કરવામા આવે છે અને સરકારી શાળાનું જે રીતે શિક્ષણસ્તર ઉચું આવ્યું છે, તેને લઇને સમિતિની શાળાઓમા પોતાના બાળકોને એડમિશન અપાવવા માટે ડોક્ટર, વેપારીઓ અને સરકારી કર્મચારી અને અધિકારીઓ પણ લાઈન લગાવી રહ્યા છે. હાલમાં 500થી વધુ વિદ્યાર્થીઓ એડમિશન માટે વેઇટિંગમાં ઉભા રહ્યા છે.
ઈંગ્લિંશ મીડિયમ સ્કૂલ માટે પડાપડી: હાલ સ્કૂલમાં મિશન એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. વાલીઓ પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે ખાનગી શાળાઓની બહાર એડમિશન માટે મોટી લાઈનોમાં જોવા મળી રહ્યા છે. તિયીર્ સુરતમાં સ્થિતિ જુદી છે અહીં સરકારી શાળામાં પ્રવેશ મેળવવા વાલીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. નગર પ્રાથમિક શાળાની ઈંગ્લિંશ મીડિયમ સ્કૂલમાં બાળકને પ્રવેશ મળે એ માટે વાલીઓ વહેલી સવારથી લાઈનમાં ઉભેલા જોવા મળે છે.
આ શાળા માટે પડાપડી : મોટા વરાછા ખાતે આવેલા સુરત મહાનગર પાલિકા સંચાલિત પ્રમુખ સ્વામી સ્કૂલમાં વાલીઓની લાંબી લાઈન જોવા મળી રહી છે. આ લાઇન એ લોકો માટે ચોકાવનારી છે જેઓને સરકારી શાળાના ભણતરને લઈ અનેક સવાલો ઉભા કર્યા છે. હાલ સ્થિતિ બદલાઈ છે સરકારી શાળામાં એડમિશન માટે વાલીઓની પડાપડી જોવા મળી રહી છે. ખાસ કરીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા માટે વાલીઓ વહેલી સવારથી લાઇનમાં જોવા મળે છે.
જ્ઞાન મેળવવાની કેળવણી મહત્વપૂર્ણ : પોતાના બાળકને સરકારી શાળામાં મૂકવા ઇચ્છુક વાલી ડોક્ટર શુભે જણાવ્યું હતું કે, દીકરીના એડમિશન માટે હું અહીંયા આવ્યો છું. મારા ડોક્ટર ગ્રુપના ઘણા બધા ડોક્ટરોના બાળકો અહીં ભણે છે. જે શિક્ષણ આપવામાં આવે છે અને ખાસ કરીને જે શિક્ષણની પદ્ધતિ છે અને શિક્ષણ સાથે જે સંસ્કાર સિંચન છે જે અંગે અમે સારી રીતે માહિતગાર છીએ. આ માટે મારી દીકરીનું એડમિશન કરવા માટે હું અહીંયા આવ્યો છું. હું પ્રોફેશનલ ડોક્ટર છું. બાળકોની શિક્ષણ પદ્ધતિ અને સ્કીલ ડેવલપમેન્ટ મળી રહે આ માટે હાલ આ શાળા યોગ્ય છે. જ્ઞાન મેળવવાની કેળવણી મહત્વપૂર્ણ હોય છે.
શિક્ષણ સારું છે:વેપાર સાથે સંકળાયેલા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સરકારી શાળામાં તમામ પ્રકારની સુવિધા મળે છે. પ્રાઇવેટ શાળા કરતાં શિક્ષણ સારું મળે છે. સરકારી શાળાને લઈ વાલીઓ પણ જાગૃત થયા છે. આજ કારણ છે કે સરકારી શાળામાં બાળકોને ભણાવવા માટે લોકો આવી રહ્યા છે. ડ્રો લગભગ 10 થી 15 દિવસ પછી થવાનો છે. હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ડ્રો સિસ્ટમથી જે એડમિશન મળે લોકોને ઇન્ફોર્મ કરવામાં આવશે તે જણાવવામાં આવ્યું છે. આ શાળા પસંદ કરવાનું મુખ્ય કારણ છે કે અહીં શિક્ષણ સારું છે. આ વિસ્તારમાં સારી શાળાઓમાંથી આ એક છે. ખાનગી શાળા મોંઘી હોવા છતાં સારું ભણતર આપી શકતી નથી.
તમામ સુવિધા નિશુલ્ક મળે છે : શાળાના આચાર્ય ચેતન હીરપરાએ જણાવ્યું હતું કે, શાળાની અંદર જે વાતાવરણ છે શિક્ષણની પ્રક્રિયા છે તે ખૂબ જ સરસ રીતે છે. જેથી વાલીઓ અને વાલીઓનો સહયોગ ખૂબ છે. અહીં પ્રવેશ કરવા માટે પડાપડી કરે છે. અત્યારે ફોર્મ લઈએ છીએ નામ લખીએ છીએ અને તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવશે. ગયા વર્ષે 4200 જેટલા નામ આવ્યા હતાં.જેમાં 700 જેટલા બાળકોને એડમિશન આપવામાં આવ્યાં. અહીં સ્માર્ટ બોર્ડ સહિતના વર્ગો છે. અહીં મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ સોને સો ટકા બાળકો જમે છે. યુનિફોર્મ, સ્કૂલ બેગ, તમામ પ્રકારની સ્ટેશનરીઓ મળે છે. બૂટ મોજાં સહિતની સગવડો પણ મળે છે. કોઈપણ પ્રકારની ફી હોતી નથી.
શા માટે સરકારી શાળાની પસંદગી વધી :સુરતમાં કુલ 317 જેટલી સરકારી શાળાઓ છે. જેમાં 9 અંગ્રેજી માધ્યમની શાળા છે. આ સાથે અલગ અલગ વિસ્તારમાં હિન્દી, મરાઠી, ઉડિયા, તેલુગુ, ઉર્દૂ સહિત અન્ય ક્ષેત્રિય ભાષાઓમાં પણ હાલ સરકારી શાળાઓ ચાલી રહી છે. સરકારી શાળાઓમાં અત્યાધુનિક સ્માર્ટ બોર્ડ સહિતની અંદર સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. યુનિફોર્મ, બુટ મોજાં, સ્કૂલ બેગ સહિત પુસ્તકો તમામ નિઃશુલ્ક આપવામાં આવે છે. મધ્યાહ્ન ભોજનની પણ સુવિધા હોય છે. બીજી બાજુ સુરતની જે ખાનગી શાળાઓ છે તે 15 હજારથી લઈને 4 લાખ સુધી વાર્ષિક ફી લેતી હોય છે. પ્રાઇવેટ શાળાઓમાં જે સુવિધા મળે છે તેહાલ સરકારી શાળાઓમાં ઉપલબ્ધ છે જેથી વાલીઓ શિક્ષણની સારી ગુણવત્તા મળી રહે તે માટે સરકારી શાળામાં બાળકોને એડમિશન અપાવવા માટે પડાપડી કરી રહ્યા છે.
- Surat News : પ્રાઇવેટને આપે છે ટક્કર, ટીવી કે ફોન જોયા નથી તેવા બાળકો ઉર્દુ સરકારી શાળાના સ્માર્ટ ક્લાસમાં બનાવી રહ્યા છે ભવિષ્ય
- ધો 9થી 12ના વર્ગો વધારવાની મંજૂરી પ્રક્રિયા સરળ બનાવાઈ, 5300 શાળાઓને થશે લાભ