સુરત: શહેરમાં 13 વર્ષીય માસુમ દીકરી પર તેના 32 વર્ષના સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યા હોવાનો ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહી માસુમ બાળકી સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય તેના સાવકા પિતાએ કર્યું હતું. આ સમગ્ર બનાવની જાણ તેની માતાને થતા તેના પગ નીચેથી જમીન સરકી ગયી હતી અને આખરે આ સમગ્ર મામલો વરાછા પોલીસ મથકે પહોચ્યો હતો. જેમાં પોલીસે ગુનો નોંધી આરોપી સાવકા પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
માસુમ દીકરી પર સાવકા પિતાએ આચર્યું દુષ્કર્મ, આરોપીની કરાઇ ધરપકડ (etv bharat gujarat desk) માતા મૂળ બિહારની વતની: વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ બિહારની વતની મહિલા સુરતના વરાછા વિસ્તારમાં રહે છે અને સાડીમાં સ્ટોન લગાડવાનું કામ કરે છે. મહિલાના પહેલા પતિ થકી સંતાનમાં બે દીકરી છે. જો કે, પહેલો પતિ અન્ય યુવતી સાથે ભાગી જતા મહિલા તેની બે દીકરીઓ સાથે રહેવા માટે સુરત આવી ગયી હતી. સુરતમાં તેનો પરિચય એમ્બ્રોડરીમાં કામ કરતા એક વ્યક્તિ સાથે થયો હતો અને 10 વર્ષ અગાઉ તેની સાથે લગ્ન કરી લીધા હતા. બીજા પતિથી મહિલાને 7 વર્ષ અને 4 વર્ષના બે પુત્રો છે.
અગાઉ 4 થી 5 વાર દુષ્કર્મ આચર્યું: પહેલા પતિની બે દીકરીઓ સાથે મહિલા રહેતી હતી. આ દરમ્યાન આરોપીએ 13 વર્ષની દીકરી પર પોતાની દાનત બગાડી હતી અને જે બાળકી તેને પિતા કહેતી હતી. તેના પર જ દુષ્કર્મ આચર્યું હતું. આરોપી સાવકા પિતાએ રાત્રીના સમયે અગાઉ 4 થી 5 વાર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી માસુમ બાળકી સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું. આ બનાવની જાણ આખરે બાળકીની માતાને થતા તેના પગ નીચેથી જમીન સરકી ગયી હતી.
પૉસ્કો એકટ હેઠળ ધરપકડ:આ સમગ્ર મામલે એસીપી પી.કે પટેલે જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલો વરાછા પોલીસ મથકે પહોચ્યો હતો. જેમાં વરાછા પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધીને આરોપી સાવકા પિતાની ધરપકડ કરી છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની પોસ્કો એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
- ઓલપાડના કુદસડ ગામના ગુમ થયેલા બે બાળકોના મૃતદેહ નહેરમાંથી મળી આવ્યા - Bodies of missing children found
- સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચર્યું અને રૂમ પાર્ટનર પાસે વિડીયો બનાવ્યો, બંને આરોપીઓની ધરપકડ થઈ - SURAT CRIME