ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત પોલીસે પાંચ મોટી ચોરીઓનો ભેદ ઉકેલ્યો, મોંઘા ફોન વાપરવાના શોખે ચોરીની લત લગાડી... - Surat police solved five cases - SURAT POLICE SOLVED FIVE CASES

સુરતમાં ખટોદરા પોલીસે ઘરફોડ ચોરીના પાંચ ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ત્રણે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 2.87 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. જાણો આ ત્રણેય આરોપીઓ સામે અન્ય કયા કયા ગુન્હા નોંધવામાં આવ્યા...Surat police solved five major theft cases

સુરત પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સુરત પોલીસે ૩ આરોપી પકડાયા
સુરત પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સુરત પોલીસે ૩ આરોપી પકડાયા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 6, 2024, 3:32 PM IST

સુરત: શહેર ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ હવે ક્રાઈમ સીટી તરીકે ઓળખાય તો નવાઈની વાત નથી કારણકે, સુરતમાં સતત હત્યા, ચોરીની ગુનાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ત્રણ બાઈક અને બે મોંઘા ફોનની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે પોલીસે તપાસ કરતા ઘરફોડ ચોરીના પાંચ ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝપડી પાડ્યા છે. આ ત્રણેય આરોપીઓ પાસેથી ત્રણ બાઈક સ્માર્ટ ફોન મળી કુલ રૂપિયા 2.87 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

સીસીટીવી ફૂટેજના આધારે આરોપી પકડાયા: સૌપ્રથમ સીસીટીવી ફૂટેજો ચેક કરવામાં આવ્યા હતા, જેમાં ત્રણ લોકો શંકાસ્પદ જોવા મળતા પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વલેન્સના આધારે તપાસ ખટોદરા વિસ્તારમાં આવેલ સોહમ સર્કલ પાસે ત્રણેય આરોપીઓને ટ્રેક કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસ પહોંચી ત્યારે એક મકાનમાંથી આરોપી સોનું ઉર્ફે જૈક રાજુભાઈ પડવી, અને સોનું ઉર્ફે અમિત રાજુભાઈ પડવીને ઝડપી પાડ્યા હતા. તે બંને આરોપીઓને પૂછપરછમાં મુખ્ય આરોપી સોનું ઉર્ફે અજય બિહારી રવિશંકર ઉપાધ્યાયનું નામ સામે આવતા તેને પણ ટ્રેક કરીને પકડી પાડવામાં આવ્યો હતો.

સીસીટીવી ફૂટેજના આધારે સુરત પોલીસે ૩ આરોપી પકડાયા (ETV Bharat Gujarat)

ત્રણેય આરોપીઓ વિરુદ્ધ 7 ગૂના: જોકે મુખ્ય આરોપી બંને આરોપીઓ સાથે રહેતો હતો અને હાલ પંદર દિવસ પહેલા જ તે જૈલ માંથી બહાર આવ્યો હતો. અને બહાર આવ્યા બાદ તેણે ત્રણ મોટરસાયકલ અને બે મોંઘા મોબાઈલની ચોરીઓ કરી હતી. હાલ ત્રણે આરોપીઓ પાસેથી પોલીસને ત્રણ મોટર સાયકલ, બે મોબાઈલ સહિત કુલ રૂપિયા 2.87.000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ઉમરા ખટોદરા અને પાંડેસરામાં ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં આરોપી અજય બિહારી રવિશંકર ઉપાધ્યાય વિરુદ્ધ ખટોદરા પોલીસ સ્ટેશનમાં કુલ 7 ગુન્હા નોંધવામાં આવ્યા છે.

પેટ્રોલ હોય ત્યાં સુધી બાઈક ચલાવતા: તે ઉપરાંત સોનું ઉર્ફે જૈક રાજુભાઈ પડવી, અને સોનું ઉર્ફે અમિત રાજુભાઈ પડવી પણ ખટોદરા પોલીસ સ્ટેશનમાં કુલ 2 ગુન્હા નોંધવામાં આવ્યા હતા. ત્રણેય આરોપીઓ મોંઘા ફોન વાપરવા માટે ચોરીઓ કરતા હતા. જ્યાં સૌપ્રથમ વખત તેઓ ચોરી કરવા માટે જતા પહેલા ત્યાં રેકી કરતા હતા અને જ્યાં સીસીટીવી ન હોય તેવા સોસાયટી અને ઘરોને ટાર્ગેટ કરતા હતા અને રાત્રી દરમિયાન ચોરીની ઘટનાને અંજામ આપતાં હતા.આરોપી મોટરસાયકલની ચોરીઓ પણ કરતા હતા.જ્યાં મોટરસાયકલ મળતી હતી ત્યાં બાઈકનું લોક તોડીને મોટરસાયકલ ની ચોરીઓ કર્યા બાદ જ્યાં પેટ્રોલ પૂરું થાય ત્યાં ગાડી મૂકીને જતા રહેતા હતા. ચોરી કરવામાં આવેલી મોટરસાયકલનો ઉપયોગ ઘરફોડ ચોરીના ગુન્હામાં ઉપયોગ કરતા હતા. મહત્વની વાત છેકે, આરોપીઓ ઘરફોડ ચોરીમાં ફક્ત તેઓ મોંઘા મોબાઈલની ચોરીઓ કરતા હતા. હાલ ત્રણે આરોપીઓને વધુ પૂછપરછ ચાલી રહી છે.

  1. વલસાડ-નાસિક હાઇવે પર 20 કલાક ટ્રાફિક જામ, વાહનોની લાગી લાંબી કતાર.. - Traffic Jam Valsad Highway
  2. રાજકોટ એસ.ટી.ના 4 કટકીબાજ કંડકટર અને ટિકિટ વગર મુસાફરી કરતા 32 મુસાફરો ઝડપાયા - Rajkot ST System Verification

ABOUT THE AUTHOR

...view details