નશીલા માદક પદાર્થની શોધમાં સુરતની ઓલપાડ પોલીસનું વિશેષ સર્ચિંગ (Etv Bharat Gujarat) સુરત:હાલ દક્ષિણ ગુજરાતના અરબી સમુદ્રના દરિયા કિનારા પરથી ફરી બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળી આવી રહ્યા છે. જેને લઇને સ્થાનિક પોલીસને સતર્ક રહેવાની સૂચના આપવા સાથે દરિયા કિનારાના ગામોમાં સઘન ચેકીંગ હાથ આવી રહ્યું છે.
સુરતની ઓલપાડ પોલીસ દ્વારા દરિયા કિનારાની તપાસ (Etv Bharat Gujarat) સુરતની ઓલપાડ પોલીસની ટીમે પણ ઓલપાડ તાલુકાના કાંઠાના ગામો પૈકી પારડી ઝાંખરી ગામના દરિયા કિનારા પર ઝાડીઓમાં ચેકીંગ હાથ ધર્યું હતું.
બિનવારસી ચરસ મળ્યા બાદ પોલીસે વધારી સતર્કતા (Etv Bharat Gujarat) બિનવારસી ચરસ મળ્યા બાદ પોલીસ એક્શનમાં: સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા બાદ હવે દક્ષિણ ગુજરાતના દરિયકાંઠેથી બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો શરૂ થયો છે. ગત સોમવારે વલસાડના ઉદવાડાના દરિયાકાંઠેથી ચરસના 10 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા.
ગત સોમવારે વલસાડના ઉદવાડાના દરિયાકાંઠેથી ચરસના 10 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા (Etv Bharat Gujarat) વલસાડ બાદ સુરતના દરિયાકાંઠેથી ચરસના વધુ પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા.ત્યારે બે દિવસના અંતરે દક્ષિણ ગુજરાતમાં અલગ-અલગ બે જગ્યાએથી બિનવારસી હાલતમાં ચરસના જથ્થો મળી આવતા તંત્ર સતર્ક થયું છે.ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ દરિયા કિનારા વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ડભારી દરિયા કિનારે ઝાડી ઝાંખરામાં પોલીસનું સર્ચ (Etv Bharat Gujarat) ડભારી દરિયા કિનારે ઓલપાડ પોલીસનું સર્ચ: ઓલપાડના ડભારી દરિયા કિનારે ઓલપાડ પોલીસ મથકના પીઆઈ સી.આર જાદવ અને તેઓની ટીમ પહોંચી હતી.અને દરિયા કિનારાઓ પર ઝાડી ઝાંખરામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પોલીસે સ્થાનિક માછીમારો અને ગ્રામજનોને કોઈપણ શંકાસ્પદ ચીજ નજરે પડે તો તુરત પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું (Etv Bharat Gujarat) પોલીસની સ્થાનિક માછીમારો અને ગ્રામજનોને અપીલ: પોલીસે સ્થાનિક માછીમારો અને ગ્રામજનોને કોઈપણ શંકાસ્પદ ચીજ નજરે પડે તો તુરત પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છેકે 11 મહિના અગાઉ ઓલપાડના ડભારી દરિયા કિનારા પર 9 કિલોનું ચરસનું પેકેટ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું.
- સુરત અને વલસાડ બાદ નવસારીથી કરોડો રૂપિયાનું અસિસ નામનું નાર્કોટિક ડ્રગ્સ પકડાયું - Drugs recovered from Navsari beach
- સુરતમાં નકલી RC બુક કૌભાંડનો પર્દાફાશ, પાંચ આરોપીની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા - Surat Fake RC book