સુરત :હાલમાં જ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે અત્યાધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં ખાસ અત્યાધુનિક કંટ્રોલ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. જેમાં બે વિભાગ છે, એક વિભાગમાં કંટ્રોલરૂમમાં આવનાર કોલ અંગે રજિસ્ટર કરવામાં આવે છે, તેની માહિતી બીજા વિભાગને આપવામાં આવે છે. એટલે કે, હવે સુરત પોલીસ કંટ્રોલરૂમથી જે તે પોલીસ સ્ટેશનના PCR વાન પર નજર રાખી અને લાઈવ લોકેશન જાણી શકાશે.
અત્યાધુનિક કંટ્રોલ સેન્ટર શરૂ :આ બાબતે DCP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, સુરત પોલીસ કમિશનર કચેરી ખાતેથી આજથી અત્યાધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં ખાસ અત્યાધુનિક કંટ્રોલ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. જેમાં બે વિભાગ શરૂ કરવામાં આવ્યા છે. એક વિભાગમાં કંટ્રોલરૂમમાં આવનાર કોલ અંગે રજિસ્ટર કરવામાં આવશે, તેની માહિતી બીજા વિભાગને આપવામાં આવે છે. એટલે કે, હવે સુરત પોલીસ કંટ્રોલરૂમથી જે તે પોલીસ સ્ટેશનના PCR વાન ઉપર નજર રાખી અને તેનું લાઈવ લોકેશન જાણી શકાશે.
સુરત પોલીસનું અત્યાધુનિક કંટ્રોલ સેન્ટર શરૂ (Etv Bharat Gujarat) PCR વાનનું લાઈવ ટ્રેકિંગ :આ સિસ્ટમમાં પોલીસ કંટ્રોલ રૂમને મળતી માહિતી અને સમસ્યા સાથે સરનામું મેળવીને જે તે વિસ્તારમાં ઊભેલી તમામ PCR ને જાણ કરે છે. જે PCR વાન ઘટનાસ્થળથી સૌથી નજીક હોય તેને તાત્કાલિક ત્યાં પહોંચવા માટે જણાવવામાં આવે છે. ત્યાંથી જ PCR વાન પર લાઈવ ટ્રેકિંગ કરવામાં આવે છે. આ બંને વિભાગમાં ત્રણ શિફ્ટમાં પોલીસ કર્મચારીઓ કાર્યરત હોય છે. ટાઈપિંગમાં સમય જાય છે જેથી તેમને હેડફોન આપવામાં આવ્યા છે. તેઓ તાત્કાલિક કોલર સાથે વાત કરીને બીજા વિભાગને માહિતી આપતા હોય છે.
તમામ મૂવમેન્ટ પર નજર રહેશે :કોઈ PCR વાન ઘણા સમયથી એક જ જગ્યાએ ઊભી હોય છે, તો તે PCR સમયની પણ માહિતી કંટ્રોલરૂમમાં મળી જાય છે. જે તે PCR ને પેટ્રોલિંગ માટે જાણકારી આપવામાં આવી હોય અને પેટ્રોલિંગ માટે ન જાય તે અંગેની પણ માહિતી તરત જ મળી જાય છે. સુરત પોલીસના તમામ PCR વાન અને બાઈકમાં આ સિસ્ટમ લગાડવામાં આવી છે. જેથી કંટ્રોલરૂમમાં બેસીને તમામ મૂવમેન્ટ પર પોલીસ કર્મચારીઓ નજર રાખી શકે છે.
રીએક્શન સમય ઘટ્યો :સામાન્ય રીતે PCR વાન પાંચથી સાત મિનિટમાં પહોંચી જાય છે. પરંતુ આ સિસ્ટમ શરૂ કર્યા પછી કેટલોક સમય બચ્યો છે. હવે PCR વાન પહેલાં કરતાં ઓછા સમયમાં પહોંચી જાય છે. તેઓ ક્યાં છે, કેટલા સમય, કયા સ્થળ પર ઉભા રહ્યા તેની પાછળનું કારણ શું છે ? તે અંગે ઇન્ચાર્જ દ્વારા પૂછવામાં આવે છે. જો તેઓની બેદરકારી નજર આવે તો શિક્ષાત્મક પગલાં લેવામાં આવે છે. કંટ્રોલરૂમથી બેદરકારી અંગે એક પત્ર જે તે વિસ્તારના ડીસીપીને લખવામાં આવે છે.
- સુરતે 131 શહેરોને છોડી રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવ્યો
- GST વિભાગની કાર્યવાહી, સુરતમાં મોટા પાયે દરોડા