ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત પોલીસ કમિશનરનો એક્શન મોડ, બે દિવસમાં 18 આરોપીઓ વિરુદ્ધ PASA કાર્યવાહી

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાસા હેઠળની કામગીરી કરી છે.

18 આરોપીઓ વિરુદ્ધ PASA કાર્યવાહી
18 આરોપીઓ વિરુદ્ધ PASA કાર્યવાહી (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

સુરત :છેલ્લા 2 દિવસમાં સુરત પોલીસ કમિશનર દ્વારા 18 જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોને PASA કરવામાં આવ્યા છે. તમામ આરોપીઓને છેલ્લા 2 દિવસમાં પાસા હેઠળ અટકાયતી પગલાં લઈ રાજ્યની અલગ-અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

સુરત પોલીસનો એક્શન મોડ :આ બાબતે PCB PI રાજેશ સુવેરાએ જણાવ્યું કે, સુરત પોલીસ કમિશનર દ્વારા 2 જ દિવસમાં 18 જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોને પાસા (PASA) હેઠળ રાજ્યની અલગ-અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. તમામ આરોપીઓ સુરતમાં બળજબરીથી નાણા કઢાવવા, વાહન ચોરી, મોબાઇલ ચોરી, ઘરફોડ ચોરી, મારામારી, બળાત્કાર, પોક્સો, દારૂના કેસ અને છેડતીના ગુનાઓમાં પકડાયા હતા.

18 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી :આ આરોપીઓમાં અભિષેક કનૈયાલાલ યાદવ સાયબર ઓફેન્ડરમાં પકડાયેલ હતા. સુનીલ બિંદ મહિલાની જાતીય સતામણીમાં પકડાયા હતા. બશીરખાન પઠાણ ભયજનક વ્યક્તિ તરીકે પકડાયા હતા. સલીમભાઈ શેખ માથાભારે વ્યક્તિ તરીકે ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવતા હતા. જાવીદખાન શેખ ભયજનક વ્યક્તિ તરીકેની ઇમેજ ઊભી કરી ધાકધમકી, મારામારીના ગુના હેઠળ પકડાયા હતા. ઉપરાંત ઇશ્વચંદ્ર તિફારી, અરબાઝ ઉર્ફે બિલ્લી, સઇદ ઉર્ફે સૈદુ, તૌફીક ઉર્ફે ઐડા, અકરમ ઉર્ફે લાલા, મુનીર શેખ અને દુર્ગેશ રામચરણ ગુપ્તા આ તમામ પણ માથાભારે વ્યક્તિ તરીકેની ઇમેજ ઊભી કરી લોકોને ધરાવી ધમકાવી પૈસા વસૂલતા હતા.

રાજ્યની અલગ-અલગ જેલમાં શિફ્ટ :રાજા અબ્દુલ પીંજારી પોતાનો વટ જમાવવા માટે લોકોને ડરાવતો ધમકાવતો હતો, જે મામલે તેની ધરપકડ કરવામાં આવી હતી. ભરત સંતોષભાઈ રાઠોડ પ્રોહિબિશનના ગુનામાં પકડાયો હતો. અજય ગોકુલપ્રસાદ મહંતો પ્રોહિબિશનના ગુના હેઠળ પકડાયો હતો. દેવલ ઉર્ફે દેવો રાજુભાઈ રાઠોડ પ્રોહિબિશન પ્રવૃત્તિમાં દારૂની હેરાફેરી કરવી જેમાં પકડાયો હતો. આમ કુલ 18 જેટલા આરોપીઓની પાસા હેઠળ ધરપકડ કરીને રાજ્યની જુદી જુદી જેલમાં મોકલી આપ્યા છે.

  1. સુરતમાં સરકારી દસ્તાવેજો સાથે ચેડા કરતા આરોપી ઝડપાયા
  2. સુરતમાં 5 શખ્સો કરોડો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા

ABOUT THE AUTHOR

...view details