સુરેન્દ્રનગર: રાજ્ય સરકાર દ્વારા પાંચમી ચોટીલા ચામુંડ માતાજીના ડુંગર ખાતે આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં ભીમોરા ગામની યુવતી સેજલબેન કરમશીભાઈ ઝાપડિયાએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ દરમિયાન ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર પર ચડતા સમયે તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા. પરિણામે સ્થળ પર હાજર મેડિકલ ટીમ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. પરંતુ વધુ સારવારની જરૂરિયાત જણાતા મેડિકલ ટીમ દ્વારા તેમને હોસ્પિટલ લઈ જવાનું જણાવ્યું હતું.
પોલીસ કર્મચારી હરસુખભાઈ દાનાભાઈ શેખ નાની મોલડી પોલીસ મથકે ફરજ બજાવે છે. તેઓ આ ઘટના દરમિયાન બંદોબસ્ત માટે ડુંગર પર તેમના પોઇન્ટ પર હતા. યુવતીની હાલત નાજુક જણાતા તેઓએ યુવતીને પોતાના ખંભા ઉપાડીને ડુંગરથી નીચે લાવ્યા હતા. ત્યારબાદ 108 મારફતે તેમને ચોટીલા હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, રાજ્ય સરકાર દ્વારા ગઈ કાલે ચોટીલા ચામુંડ માતાજીના ડુંગર પર આરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 278 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં વિજેતા ખેલાડીઓને કુલ રૂપિયા 2,34,000 ના પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્યની પાંચમી ચોટીલા અવરણ સ્પર્ધા દરમિયાન ડુંગર ઉપર ચડતી વખતે સેજલ કરમશીભાઈ ઝાપડા નામની યુવતી બેભાન થઈ ગઈ હતી.
આ પણ વાંચો: