ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં 12 પાસ બોગસ મહિલા ડોક્ટર ઝડપાઈ, 10 પાસ ડોક્ટર સાથે મળીને ક્લિનિક ચલાવતી - BOGUS DOCTOR IN SURAT

ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા મગદલ્લા ગામ ખાતેથી પોલીસે બાતમીના આધારે મેડિકલની ટીમ સાથે રાખીને એક મહિલા સહિત બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

સુરતમાંથી બે બોગસ ડોક્ટર પકડાયા
સુરતમાંથી બે બોગસ ડોક્ટર પકડાયા (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 24 hours ago

સુરત:સુરતના મગદલ્લા ગામ ખાતેથી ઉમરા પોલીસે આરોગ્યની ટીમને સાથે રાખીને બોગસ બે ડોક્ટરોને ઝડપી પડ્યા છે. જેમાં બોગસ મહિલા ડોકટર મગદલ્લા ગામમાં પોતાના ઘરમાં જ ક્લિનિક ચલાવતી હતી. બંને પાસે પોલીસે જરૂરી ડોક્ટર સર્ટિફિકેટ માગ્યું હતું. જે બંને બોગસ ડોક્ટર પાસે હતા નહીં જેથી તેમની પોલીસે ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાંથી બે બોગસ ડોક્ટર પકડાયા (ETV Bharat Gujarat)

મગદલ્લા ગામમાંથી બે બોગસ ડોક્ટર ઝડપાયા
સુરતમાં છેલ્લા ઘણા સમયથી બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. પહેલા પાંડેસરા પોલીસે 14 જેટલાં બોગસ ડૉક્ટરોને ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ ઉધના ડીંડોલી અને કાપોદ્રા વિસ્તારમાં પણ પોલીસે કેટલાક બોગસ ડૉક્ટરોને ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા ઝડપી પાડ્યો હતો. ત્યારે હવે ઉમરા પોલીસે મગદલ્લા ગામ ખાતેથી બે બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે.

મહિલા સહિત બે બોગસ ડોક્ટર સકંજામાં
આ બાબતે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યુંકે, ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા મગદલ્લા ગામ ખાતેથી પોલીસે બાતમીના આધારે મેડિકલની ટીમ સાથે રાખીને એક મહિલા સહિત બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને આરોપીઓ છેલ્લા ઘણા સમયથી ડોક્ટરની પ્રેક્ટિસ કરતા હતા. તેઓ લોકોને એલોપેથીક દવાઓ આપતા હતા.

ઘરમાં ક્લિનિક ચલાવતી મહિલા તબીબ
આરોપી મહિલા લલિતાબેન ક્રિપાશંકર સિંહ જેઓ રૂપિયા 10માં રસીદ લઈ આરોપી પ્રયાગ રામ પ્રસાદ પાસે દર્દીઓને મોકલતી હતી. આરોપી પ્રયાગ રામે BEMS નો અભ્યાસ કર્યો હોવાનું કહેતો. પરંતુ તેની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી હતી નહીં. તે ધોરણ 10 પાસ છે. અને મહિલા આરોપી લલિતા જે ધોરણ 12 પાસ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ડોક્ટરની પ્રેક્ટિસ કરતા હતા. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો:

  1. કેમેરામાં કેદ ના થયું હોત તો કોઈ માનતું નહીંઃ નવસારીની આ સોસાયટીમાં જોવા મળ્યું દુર્લભ વનેચર
  2. ભાવનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, ઘરમાંથી 1400થી વધુ લીટર દારૂનો જથ્થો ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details