સુરત:ચાઈનીઝ ગેંગ દ્વારા ભારતમાં 114 કરોડ રૂપિયાના સાઈબર ફ્રોડનો મામલે સુરત સાયબર સેલે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી કેતન ચાઈનીઝ ગેંગના દાખલ થયેલા ગુનામાં બેંકની કિટો દુબઈ ખાતે મુખ્ય આરોપીને આપતો હતો. આ ઉપરાંત અન્ય એક બેંક એકાઉન્ટ હોલ્ડર છે, તેની ધરપકડ ભાવનગરથી કરવામાં આવી છે. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
ચાઈનીઝ ગેંગ ફ્રોડમાં વધુ એક ધરપકડ (ETV Bharat Gujarat) આ બાબતે સુરત સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજીયાએ જણાવ્યુંકે, સુરતમાં અને સમગ્ર દેશમાં ચાલતા ચાઈનીઝ ગેંગ દ્વારા ભારતમાં 114 કરોડ રૂપિયાના સાઈબર ફ્રોડનો મામલે સુરત સાયબર સેલે આરોપી કેતન વેકરીયાની ધરપકડ કરી છે. આરોપી કેતન ચાઈનીઝ ગેંગના દાખલ થયેલા ગુનામાં બેંકની કીટો દુબઈ ખાતે મુખ્ય આરોપીને આપતો હતો. તે ઉપરાંત બેંક એકાઉન્ટ હોલ્ડરની પણ ધરપકડ ભાવનગરથી કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે, તેની ઉપર ક્રાઈમ બ્રાન્ચ અને સાઇબર ક્રાઇમમાં ચાર જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. તેની પાસેથી અલગ અલગ બેંકના ક્રેડિટ કાર્ડ, પાસબુક અને ચેકબુક પણ મળી આવ્યા છે. હાલ પણ દુબઈમાં મિલન અને વિવેક વોન્ટેડ છે. તેઓને પકડવા માટે પણ અમારી આગળની કાર્યવાહીઓ ચાલી રહી છે. તે ઉપરાંત આરોપી કેતન પાસેથી અમારી ટીમને 34 ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ મળી આવ્યા છે. જે કોના નામે છે. તે બાબતે પણ અમારી તપાસ ચાલી રહી છે.
સાથે તેમણે કહ્યું, આ સમગ્ર મામલે આ પેહલા અમારી સાયબર સેલ દ્વારા બ્રિજેશ ઇટાલીયા, હિરેન બરવાળીયા, અજય ઇટાલીયા, વિશાલ ઠુમ્મર, જલ્પેશ નડિયાદરાની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ પાસેથી જે કોમ્પ્યુટર મળી આવ્યું હતું તેમાં ઇન્ટરનેટ બેન્કિંગમાં લોગિન કરતા જ કુલ 261 એકાઉન્ટ બેનામી મળી આવ્યા હતા. જેમાં અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં કુલ રૂપિયા 77,55,29,020 ના ટ્રાન્જેક્શન મળી આવ્યા હતા. છેલ્લા બે વર્ષથી આ લોકો દ્વારા અત્યાર સુધીમાં 114 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ કૌભાંડ આચર્યું છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો:
- કચ્છમાં હાથીદાંતની બંગડીઓ બનાવી ગેરકાયદે વેચાણ કરવાના કારસ્તાનનો પર્દાફાશ, 4 શખ્સોની ધરપકડ
- નડિયાદ: પોલીસકર્મી સામે લગ્નની લાલચે ડિવોર્સી મહિલા પર દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધાઈ