ગુજરાત

gujarat

ETV Bharat / state

વરાછામાં શ્વાન શરીર પર ચલાવવાની માથાકૂટમાં 1નું મૃત્યુ થયું, પોલીસે 10 આરોપીઓને ઝડપ્યા - Surat News - SURAT NEWS

સુરતના વરાછામાં શ્વાનના માલીકે અન્ય યુવક પર શ્વાન ચલાવતા મોટી બબાલ થઈ હતી. આ માથાકૂટમાં 1 યુવકનું મૃત્યુ થયું છે તેમજ વરાછા પોલીસે 10 આરોપીઓને ઝડપી લીધા છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 16, 2024, 7:17 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

સુરતઃ મૂળ નેપાળનો 26 વર્ષીય પ્રદીપ કરિંગા ચૌધરી ભાઈ અને ભાભી સાથે રહેતો હતો. પ્રદીપ રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ગત સાંજે પ્રદીપ અને તેના ભાણિયા અનિલ અને બનેવી લાલ બહાદુર સાથે જગદીશનગરમાં આવેલી ચોપાટીમાં બેસવા ગયા હતા. દરમિયાન 3 અજાણ્યા શખ્સો ત્યાં શ્વાન સાથે આવ્યા હતાં. આ શ્વાન પ્રદીપ અને તેના સંબંધી પરથી ચલાવવાની કોશિશ આ શખ્સોએ કરી હતી. આ ઘટના બાદ મોટી માથાકૂટ થઈ હતી.

આડેધડ ચપ્પુના ઘા માર્યાઃ આ ઘટના બાદ પ્રદીપ સહિતના ત્રણેય ચોપાટીની બહાર નીકળી રહ્યા હતા ત્યારે 10થી 12 જેટલા લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને મૃતક સહિતના પર હુમલો કરી દીધો હતો. લાકડાના ફટકા અને ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે ત્રણેયને આડેધડ લાકડાના ફટકા અને ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. પ્રદીપને પેટના ભાગે ચપ્પુ માર્યા બાદ આંતરડા બહાર આવી જતાં તમામ હુમલાખોરો ભાગી ગયા હતા. દરમિયાન સ્થાનિકો દ્વારા 108ને જાણ કરવામાં આવતાં તમામને સ્મિમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન પ્રદીપનું મોત નીપજ્યું હતું.

પોલીસ કાર્યવાહીઃ આ ઘટના બાદ મૃતક પ્રદીપના ભાઈ સુનીલની ફરિયાદ આધારે વરાછા પોલીસમાં હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા. કુલ 10 સગીરને પોતાના ઘરે અને મિત્રોના ઘરેથી ઝડપી લેવાયા હતાં.

  1. લ્યો બોલો ! પિતાએ જ પોતાના પુત્રનું અપહરણ કર્યું, જાણો સમગ્ર મામલો - Father kidnapped son
  2. ડ્રગ્સ માફિયાઓ પર સુરત પોલીસ ત્રાટકી, એક જ દિવસમાં લાખોના ડ્રગ્સ સાથે કુલ ચારને દબોચ્યા - Surat MD drug

ABOUT THE AUTHOR

...view details