સુરતઃ ડભોલી બ્રિજ પર એક મહિલા આત્મહત્યા કરવા પહોંચી હતી. તેણી ગ્રિલ પણ કૂદી ગઈ હતી. જોકે, પોલીસે સમયસર પહોંચી મહિલાનો હાથ પકડી રાખી સમજાવી બ્રિજ પર પરત લાવી બચાવી લીધી હતી. આપઘાત કરવા પાછળનું કારણ પૂછતાં મહિલાએ પતિ સાથે અણબનાવ થતો હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ પોલીસ દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરી ફરી આવું ન કરવા સમજાવવામાં આવી હતી.
પોલીસની સમયસૂચકતાથી તાપી નદીમાં આત્મહત્યા કરવા પહોંચેલી મહિલાનો જીવ બચ્યો - Surat News - SURAT NEWS
સુરતમાં ડભોલી બ્રિજ પર એક મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મહિલા તાપી નદીમાં કૂદકો મારે તે પહેલા જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને મહિલાને બચાવી લેવામાં આવી હતી.
Published : Jul 27, 2024, 10:54 PM IST
પતિ સાથે અણબનાવઃ આ મહિલા તાપીના ધસમસ્તા પ્રવાહમાં કૂદવા ડભોલી બ્રિજ પર પહોંચી હતી. પોલીસે સમયસર પહોંચી મહિલાને સમજાવી બ્રિજ પરથી ઉતારી લીધી હતી. આપઘાત કરવા પાછળનું કારણ પૂછતાં મહિલાએ પતિ સાથે અણબનાવ થતો હોવાનું જણાવ્યું હતું.
આત્મહત્યાની ઘટનામાં વધારોઃ સુરતમાં દિવસે ને દિવસે આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં રોજ 3 જેટલા આપઘાતના બનાવો બની રહ્યા છે. જ્યારે કેટલાકને બચાવવામાં પણ સફળતા મળે છે. આસપાસના લોકો, ફાયર અને પોલીસની સતર્કતાના કારણે આપઘાત કરવા માંગતા માનવીનો જીવ બચાવી લેવામાં આવે છે.