સુરત :થોડા દિવસ અગાઉ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામ ખાતે એક 17 વર્ષની સગીરા અને યુવક મોડી રાત્રે બેઠા હતા. તે દરમિયાન બાઈક પર આવેલા ત્રણ ઈસમોએ સગીરા સાથેના યુવકને માર મારી ભગાડી દીધો હતો. બાદમાં સગીરાને ઊંચકી નજીકના ખેતરમાં લઈ જઈને વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં નજીકના ગામના લોકો આવી જતાં ત્રણેય હવસખોરો ભાગી ગયા હતા.
સુરત ગેંગરેપ કેસમાં પોલીસને મળી મોટી કડી, આરોપીએ શું કબૂલાત કરી જુઓ
માંગરોળ તાલુકામાં ગેંગરેપ કેસમાં પોલીસને મોટી કડી મળી છે. નરાધમોએ યુવક-સગીરા પાસે લૂંટી લીધેલો મોબાઈલ ઝાડી ઝાંખરામાં સંતાડ્યો હતો, જે મળી આવ્યો છે.
Published : Oct 17, 2024, 3:38 PM IST
પોલીસને મળી મહત્વપૂર્ણ કડી :આ બનાવને પગલે સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી. સુરત જિલ્લા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ઘટનાના ગણતરીની કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં ત્રણ પૈકી એકનું મોત નીપજ્યું હતું. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડના પહેલા દિવસથી લૂંટ કરેલ મોબાઈલ બાબતે આરોપી રાજુ પોલીસને ગોળ ગોળ જવાબ આપતો હતો.
પીડિતાનો મોબાઈલ મળ્યા :પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા આખરે રાજુ પડી ભાંગ્યો હતો. આરોપી રાજુએ લૂંટ કરેલા બંને મોબાઈલ તડકેશ્વર ગામ પાસે કેનાલ નજીક ઝાડી ઝાંખરામાં સંતાડ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને આરોપીઓને સ્થળ પર લઈ જઈને બંને મોબાઈલ રિકવર કર્યા હતા. હવે બંને આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થાય છે. પોલીસ બંને આરોપીઓને ફરી કોર્ટમાં રજૂ કરશે.