ગુજરાત

gujarat

ETV Bharat / state

સલમાન ખાનની ફર્મના નામે 15 કરોડ રૂપિયાની માંગણી, સુરતના જલપુરી ફૂડ્સ ઇન્ડિયા કંપનીના માલિકને ઈ-મેલ પર નોટિસ ફટકારી - surat crime

સુરત શહેરમાં દિવસે દિવસે ક્રાઈમની ઘટનાઓ વધતી જાય છે. ત્યારે વધુ એક સાઈબર ફ્રોડની ઘટના સામે આવી છે. સુરતના વરાછામાં રહેતા પાણીપુરી બનાવતી જલપુરી કંપનીના માલિકને ઈ-મેલ પર બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની ફર્મના નામે નોટિસ મોકલી 15 કરોડના વળતરની માંગણી બાદ સમાધાન પેટે રૂપિયા 1.50 કરોડ માંગ્યા હતા. જાણો સમગ્ર ઘટના...Surat crime

સુરતમાં સલમાન ખાનની ફર્મના નામે ફ્રોડ
સુરતમાં સલમાન ખાનની ફર્મના નામે ફ્રોડ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 3, 2024, 10:11 PM IST

સુરત: સુરતમાં જલપુરી ફૂડ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લી. નામથી ચાલતી કંપનીને સલમાન ખાનની ફર્મના નામે 15 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જે પૈકી નોટિસ મોકલી માંગણી કરવામાં આવી છે. આ બાબતે સાયબર ક્રાઇમ સેલના એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું કે,'ગત 30 સપ્ટેમ્બર 2024ના રોજ સુરતના જલપુરી ફૂડ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના માલિકને બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના નામથી નોટિસ રૂપે ચાર પાનાની ડોક્યુમેન્ટ્સ ફાઇલ મોકલવામાં આવી હતી.

જેમાં એવું લખાયું હતુ કે, ઇન્સ્ટાગ્રામ આઇડી પર સલમાન ખાનના ફોટા સાથે ખોટી રીતે જાહેરાત મુકવા બદલ આઇટી એક્ટ મુજબ નોટિસ ફટકારાઇ હતી. નોટિસ ચેક કરતા તેમાં 15 કરોડ કોમ્પનસેશન્સ તરીકે તેમજ ટેક્ષ લીગલ ફીના 1.25 લાખ રૂપિયા ચૂકવવાની માંગણી કરાઈ હતી. એસ.એસ.આર. એસોસિએટ્સની ઓફિસનું સરનામું નોઇડા દર્શાવેલું હતું.

સુરતમાં સલમાન ખાનની ફર્મના નામે ફ્રોડ (ETV Bharat Gujarat)

જોકે, આ મામલે ખરાઈ કરતા આ નામથી કોઇ ફર્મ રજીસ્ટર્ડ થઇ ન હોવાનો ખુલાસો થયો હતો. તેમના કન્સ્લટન્ટ ભગીરથ કળથીયાએ વચ્ચે પડી મુંબઇના રહેવાસી દિનેશ રાવ સાથે વાતચીત કરી હતી. દિનેશ રાવ બોલિવૂડ એક્ટર સલમાન ખાન અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે જોડાયેલા છે એવું તેમને જણાવ્યું હતું. તેઓ સાથે વાતચીત કરતા કાયદેસર નોટિસ પ્રમાણે ચાલવું હોય તો રૂપિયા 15 કરોડ વળતર અને રૂપિયા 1.25 લાખ લીગલ ફી આપવી પડશે.

જલપુરી ફૂડ્સ ઇન્ડિયા કંપની (ETV Bharat Gujarat)

ઉપરાંત જો સમાધાન કરવું હોય અને બેંક એકાઉન્ટમાં પૈસા નાંખવા હોય તો 4 કરોડ અને રોકડ રકમ આપવી હોય તો કુલ દોઢ કરોડ આપવા પડશે એવું તેમણે જણાવ્યું હતું. જોકે સમગ્ર મામલે ફ્રોડ લાગતા સાઇબર સેલ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં કન્સ્લટન્ટ જ મુખ્ય આરોપી નીકળતા તેમને નોટિસ પાઠવવામાં આવી હતી. જોકે નોટિસ પહોંચે તે પહેલા તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. હાલ સમગ્ર મામલે તેમની ધરપકડ કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. સુરતમાં મહિલાએ પુત્રને ઝેર આપી પોતે પણ વિષપાન કરી પતિને કરી જાણ, બંનેના મોત - Mother and son suicide case
  2. દાહોદ બાળકીની હત્યા કેસમાં પોલીસે દાખલ કરી 1700 પાનાની ચાર્જશીટ, જાણો કેસ સ્ટ્રોંગ કરવા કયા કયા પુરાવાઓ કર્યા એકત્ર - Dahod girl Murder case

ABOUT THE AUTHOR

...view details