સુરત:સુરત જિલ્લાના મોટા બોરસરા ગામે સગીરા પર ગેંગરેપની ઘટનામાં પોલીસે ત્રણેય નરાધમોની ધરપકડ કરી હતી. સૌ પ્રથમ તડકેશ્વર ખાતે એક આરોપી મુન્નાને પકડવા સુરત ક્રાઈમ બ્રાંચના પી.આઇ ગૌસ્વામીએ ફાયરિંગ કરવું પડયું હતું. બીજી તરફ પોલીસ કસ્ટડીમાં શિવશંકર ચૌરસિયા નામના આરોપીનું તબિયત લથડતા અચાનક મોત થતા ચકચાર મચી ગઈ હતી. સિવિલના તબીબોએ બ્લડપ્રેશર ડાઉન થવાથી યુવકનું મોત થયું હોવાનું પોલીસને પ્રાથમિક તારણ આપ્યું હતું. ત્યારે અન્ય ફરાર રાજુ નામના વોન્ટેડ આરોપીને અમદાવાદ ખાતેથી પોલીસે ઝડપી કોસંબા પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યો હતો.
અમદાવાદથી ત્રીજો આરોપી પકડાયો (ETV Bharat Gujarat) મિત્ર સાથે બેઠેલી સગીરા પર ગેંગરેપ: મળતી વિગતો પ્રમાણે કોસંબા પોલીસ મથક હેઠળના મોટા બોરસરા ગામે 8 ઓક્ટોબરના રોજ રાતે ગરબા જોઇને સગીરા પોતાના મિત્ર સાથે ઘરે જતી વેળા રસ્તામાં બેઠી હતી. એ સમયે ત્રણ પરપ્રાંતીયોએ સગીરાના મિત્રને માર મારીને ભગાડી દીધો હતો, ઉપરાંત સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ ચકચારી ઘટનામાં જિલ્લા પોલીસ અને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે શિવશંકર ચૌરસિયા અને મુન્ના કરબલી પાસવાનને તડકેશ્વર સ્થિત કાકરાપાર કેનાલ રોડની સીમમાં છુપાયેલા હોવાની બાતમીના આધારે પોલીસે પગેરું દબાવ્યું હતું.
અગાઉ ગેંગરેપના એક આરોપીનું મોત:જ્યાં બે પૈકીના એક મુન્નો પાસવાન પોલીસને જોઈને ભાગવા જતાં સુરત શહેર કાઈમ બ્રાન્ચના પીઆઈ ગૌસ્વામીએ પકડવા માટે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેના આધારે પોલીસે બંનેને પકડી પાડયા હતા. રીઢા ગુનેગારોને પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે શિવશંકર ચૌરસિયાની એકાએક તબિયત લથડતાં તેને કામરેજના સીએસસી સેન્ટરમાં ખસેડાયો હતો. એ પછી આજે બપોરે વધુ સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં દોઢ કલાકની સારવાર બાદ શિવશંકરનું મોત નીપજયું હતું.
ત્રીજો આરોપી રાજસ્થાન ભાગતા પહેલા ઝડપાયો:શિવશંકરના મોત અંગે નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ જણાવ્યું કે, કાર્ડિયાક એરેસ્ટના કારણે મોત નીપજ્યું છે. મોતનું સચોટ કારણ પોસ્ટમોર્ટ્સ રિપોર્ટમાં સ્પષ્ટ થશે. શિવશંકરના મોતના પગલે વતન ગાવગંજ ખાતે રહેતા પરિવારને પોલીસે જાણ કરી હતી. જ્યારે અન્ય રાજુ નામનો વોન્ટેડ આરોપી ટ્રેનમાં બેસી રાજસ્થાન તરફ જતો હોવાની બાતમી સુરત જિલ્લા પોલીસને મળતાં પોલીસે રેલવે પોલીસને સતર્ક કરી દીધી હતી. અને ચોક્કસ બાતમીના આધારે રેલવે પોલીસે અમદાવાદ નજીકથી આ આરોપીને ઝડપી લીધો હતો. ઝડપાયેલ રાજુ નામના આરોપીને કોસંબા પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યો હતો. તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવશે.
આ પણ વાંચો:
- 1997ની લવ સ્ટોરી, 27 વર્ષ પહેલાની ફરિયાદ અને ચર્ચામાં આવ્યું એક પ્રેમ પ્રકરણ
- જામસાહેબ જાડેજા, નવાનગરના મહારાજાએ અજય જાડેજાને સોંપ્યું જામસાહેબનું સુકાન