ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત એરપોર્ટ પરથી ફરી દાણચોરીનું ૬ કિલો સોનું ઝડપાયું, બે શખ્સોની ધરપકડ - SURAT DRI

સુરત DRI યુનિટે ફરી એક વખત સુરત એરપોર્ટથી દાણચોરીના સોના સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. જાણી સંપૂર્ણ સમાચાર વિસ્તારથી.

સુરત એરપોર્ટ પરથી ફરી દાણચોરીનું ૬ કિલો સોનું ઝડપાયું
સુરત એરપોર્ટ પરથી ફરી દાણચોરીનું ૬ કિલો સોનું ઝડપાયું (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 11, 2024, 1:39 PM IST

સુરત: સુરત ડીઆરઆઇ યુનિટે સુરત એરપોર્ટથી બહાર નીકળતી વખતે બે શખ્સોની ધરપકડ કરી તેમની પાસેથી છ કિલો ગોલ્ડ ઝડપી પાડયુ હતું. આ બન્ને શખ્સો શારજાહની ફ્લાઇટથી સોનું લાવ્યા હતા અને અહીં કોઇને ડિલવરી આપવાના હતા. જે અંગેની તપાસ ડીઆરઆઇના અધિકારીઓએ શરુ કરી છે.

સોનાની સ્મગલિંગ: DRI વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ શારજાહથી સુરત એરપોર્ટ પર આવનારી ફ્લાઈટમાંથી બે શખ્સો સ્મગલિxગનું સોનું લાવી રહ્યા છે, તેવી બાતમી ડીઆરઆઈના અધિકારીઓને મળી હતી. જેના આધારે એરપોર્ટ પર ડીઆરઆઈની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. રાતે એક વાગેની આસપાસ ફ્લાઈટમાંથી ઉતરીને તમામ મુસાફરો એરપોર્ટની બહાર જઈ રહ્યા હતા તે સમયે બે મુસાફરોની ગતિવિધિ શંકાસ્પદ જણાતા અધિકારીઓએ તેમને અટકાવ્યા હતાં અને પુછપરછ શરુ કરી હતી. જેમાં તેઓએ વ્યવસ્થિત રીતે જવાબ નહીં આપતા તેમની તપાસ શરુ કરવામાં આવી હતી.

૪.૭૨ કરોડનું સોનું ઝડપાયું: તપાસ દરમિયાન બન્ને શખ્સોએ તેમના અંડરવિયરમાં પેસ્ટફોમમાં સંતાડેલુ સોનું મળી આવ્યુ હતું. જે જોતા ડીઆરઆઈના અધિકારીઓ પણ આશ્ચર્યચકિત બની ગયા હતા. વધુ તપાસ કરતા આ બન્ને શખ્સોનું નામ વિપુલ શેલડીયા અને અભય હોવાનું જણાવ્યું હતું. તેઓ શારજાહથી સોનું લાવી રહ્યા હતા. વધુમાં જાણવા મળેલી માહિતી મુજબ તેમની પાસેથી મળી આવેલા ૬ કિલો ગોલ્ડની કિંમત આશરે ૪.૭૨ કરોડ રુપિયા માનવામાં આવી રહી છે. અધિકારીઓએ બન્નેને કોર્ટમાં રજૂ કર્યા હતા.

સોનાની દાણચોરી વધી: મહત્વપૂર્ણ છે કે, આ અગાઉના વર્ષોમાં ગોલ્ડ પર ૧૫ ટકા જેટલી ઈમ્પોર્ટ ડ્યૂટી હતી. જેને પગલે વેપારીઓ સંસ્થાઓએ સરકારને ડયૂટી ઘટાડવા માટેની રજૂઆતો કરી હતી. જેને ધ્યાને રાખી ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪- ૨૫માં ગોલ્ડ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી ૧૫ ટકાથી ઘટાડીને ૬ ટકા કરવામાં આવી હતી. તે સમયે એવુ માનવામાં આવી રહ્યુ હતું કે ગોલ્ડની દાણચોરી ઘટી જશે પરંતુ તે છતાય આવા કેસો સતત બની રહ્યા છે.

DRIની પ્રશંસનીય કામગીરી: હાલમાં જ થોડા દિવસ પહેલા સુરત ડીઆરઆઈએ ટ્રેનમાંથી પણ ગોલ્ડ સાથે બેને ઝડપી પાડયા હતા. આગામી દિવસોમાં લગ્નસરાની સીઝન હોવાથી સોનાની કિમતમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કેટલાક લોકો ઓછી કિંમતે સોનું ખરીદી વધુ નફો કમાવવા માટે પણ દાણચોરી જેવી પ્રવૃતિમાં જોડાયા છે. સુરત એરપોર્ટ પર બુધવારે ઝડપાયેલા બન્ને આરોપીઓ પણ માત્ર કેરિયર છે અને તેઓ કોઈ અન્યને ડિલવરી કરવા માટે સોનું લાવી રહ્યા હતા, તેવી આશંકા ડીઆરઆઈના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે. જોકે ભુતકાળમાં પણ ડીઆરઆઈ દ્વારા અનેક કેસમાં ગોલ્ડ ઝડપી પાડવામાં આવ્યુ હતું પરંતુ તપાસ આગળ વધતી નથી અને ગોલ્ડ મંગાવનારાઓ પકડાતા નથી.

સ્મગલિંગ માટે દર વખતે નવા લોકો પસંદગી: શારજાહ કે દુબઇથી દાણચોરીનું સોનુ મંગાવતી વખતે ડીઆરઆઈ કે કસ્ટમ વિભાગના અધિકારીઓને શક નહી થાય, તે માટે નવા-નવા યુવકોની પસંદગી કરવામાં આવે છે અને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. તેઓને વિદેશયાત્રા ફ્રીમાં કરાવાવની સાથે દરેક ટ્રીપ પર કમિશન આપવા માટેની લાલચ પણ આપવામાં આવે છે. જેની લાલચમાં લોકો વિદેશથી દાણચોરી કરી સોનું લાવવા માટે પણ તૈયાર થઇ જાય છે.

  1. સુરત રેલવે સ્ટેશન પર સોનાની દાણચોરી ! 10 કિલો સોના સાથે બે લોકો ઝડપાયા
  2. Gold Seized At Delhi Airport: દિલ્હીના IGI એરપોર્ટ પરથી 1 કિલોથી વધારેનું સોનું ઝડપાયું, બે દાણચોરની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details