સુરત DGVCL નો નિર્ણય - જૂનું મીટર લગાવી શકશે નહીં (ETV Bharat Desk) સુરત : શહેરના અનેક વિસ્તાર કે જ્યાં સ્માર્ટ વીજ મીટર લગાડવામાં આવ્યા છે, ત્યાંના રહેવાસીઓ વધારે બિલ આવવાની ફરિયાદ કરી રહ્યા છે. ઉપરાંત જૂના મીટર ફરી લગાવવા માટે માંગણી કરી રહ્યા છે. અનેક જગ્યાએ લોકોએ વીજ કંપનીના કાર્યાલય બહાર વિરોધ પણ નોંધાવ્યો છે. જોકે હવે આ મામલે વીજ કંપનીએ પણ પોતાનો નિર્ણય આપ્યો છે.
શું છે સમગ્ર મામલો ?ગ્રાહકોનો આરોપ છે કે દર મહિને રિચાર્જ કરવા છતાં પણ વીજળી બિલ વધારે આવે છે. વડોદરામાં પણ લોકોએ ફરિયાદ કરી હતી કે, સ્માર્ટ મીટરના કારણે બિલ વધારે આવે છે. જેથી વડોદરા DGVCL દ્વારા અનિશ્ચિતકાળ સુધી નવા મીટર લગાવવા માટે મનાઈ કરવામાં આવી છે. પરંતુ સુરતમાં તેના વિપરીત બન્યું છે. હાલમાં કોઈ નિર્ણય તો નથી લેવાયો, પરંતુ સરકારી કાર્યાલયમાં સ્માર્ટ મીટર લગાવવાની વાત કરવામાં આવી છે.
સ્માર્ટ મીટરમાં રિચાર્જ ઝડપથી પૂરું થાય છે ?સુરત DGVCL ના MD યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, એક મહિનાની અંદર સુરત શહેરમાં 10000 થી પણ વધુ સ્માર્ટ વીજ મીટર લગાડવામાં આવ્યા છે. સ્માર્ટ વીજ મીટરને લઈ ભ્રામક પ્રચાર થઈ રહ્યા છે. અનેક લોકોને લાગી રહ્યું છે કે સ્માર્ટ મીટરમાં રિચાર્જ ઝડપથી પૂરું થઈ જાય છે. અમે લોકોને બતાવવા માંગીશું કે જુના મીટર જેવું જ સ્માર્ટ મીટર છે. સ્માર્ટ મીટરમાં અનેક ઓપ્શન લોકોને મળે છે, જેમાં વીજ વપરાશ અંગેની પણ માહિતી મળે છે. કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં દેશભરમાં 1.10 કરોડ સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે.
સરકારી કાર્યાલયમાં ટેસ્ટીંગનો આદેશ : યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, હાલ અમે સૌથી પહેલા સરકારી કાર્યાલયમાં આ સ્માર્ટ વીજ મીટર લગાવવા જઈ રહ્યા છે. અગાઉ પણ DGVCL કોલોનીમાં મીટર લગાડવામાં આવ્યા અને ટેસ્ટિંગ કરાયું હતું. ટેસ્ટિંગની સફળતા બાદ જ એપ્રિલથી અમે મીટર લગાવવાનું શરૂ કર્યું છે. આ સ્માર્ટ મીટરના કારણે હ્યુમન એરર નીકળી જાય છે.
બિલ વધુ આવે છે ? યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવવાની લોકો ફરિયાદ કરી રહ્યા હતા. ગયા વર્ષના વીજ બિલને અમે સ્માર્ટ મીટરના બિલથી ટેલી કરી જણાવ્યું છે કે, તેમના મીટરમાં કોઈ પણ ફેરફાર નથી. બિલ વધારે આવ્યા હોવાનું વાત ખોટી છે. મીટરના રીડિંગ અને બિલની ચકાસણી જુના મીટર સાથે અમે કરીને ગ્રાહકોને બતાવ્યું છે. આ સ્માર્ટ મીટર આવનાર દિવસોમાં દરેક વ્યક્તિને લગાડવાનું રહેશે, જેથી લોકોને સુવિધા મળી રહે.
ગ્રાહકોની માંગ યથાવત :આ વચ્ચે સુરતના નિર્મલનગર ખાતે 153 જેટલા ગ્રાહકો કે જેમના ઘરે આ સ્માર્ટ વીજ મીટર લગાડવામાં આવ્યા છે, ત્યાં લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. દિનેશભાઈ સોસાએ જણાવ્યું હતું કે, હું વર્ગ-4 કર્મચારી છું. અમારી એક જ માંગ છે કે આ નવું મીટર કાઢીને અમારું જૂનું મીટર લગાડવામાં આવે. અહીં બિલ વધારે આવે છે, કઈ રીતે ભરીએ આટલી કમાણી પણ નથી.
- DGVCL Smart Meter : હવે જે રીતે મોબાઈલમાં રીચાર્જ કરવામાં આવે છે તેવી જ રીતે વીજ સ્માર્ટ મીટરમાં રીચાર્જ કરાવી શકાશે
- વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરનો સખત વિરોધ, વીજ કંપનીની હાય...હાય... બોલાવી - Smart Electricity Meter