સુરત : સુરતના કામરેજ તાલુકાના કઠોદરા ગામે પાડોશમાં રહેતી બે મહિલાઓએ એક મહિલાને જૂની અદાવતમાં ઢોર માર મારી ઘર મૂકી નીકળી જવાનું કહી હત્યાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારે મહિલાઓ વચ્ચે થયેલ મારામારીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવ્યા હતાં.
Surat Crime : કામરેજના કઠોદરામાં બે મહિલાઓએ જૂની અદાવતમાં એક મહિલાને ઢોર માર માર્યો - Women Beaten a Woman
સુરતમાં કામરેજના કઠોદરા ગામમાં એચઆરપી રેસીડેન્સીમાં મહિલાઓએ અન્ય મહિલાને માર મારી ઇજાગ્રસ્ત કરી હતી. બે મહિલાઓએ એક મહિલાને જૂની અદાવતમાં ઢોર માર માર્યો હતો અને ઘર છોડી જતાં રહેવાની પણ ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
Published : Feb 22, 2024, 4:12 PM IST
પાડોશીઓ વચ્ચેની તકરારમાં માર : કહેવત છે પહેલો સગો પાડોશી પણ સુરત જિલ્લામાં આ કહેવત કંઈ વિપરિત સાબિત થઈ હતી. પાડોશીના કારણે એક મહિલાને હોસ્પિટલ ભેગાં થવાની નોબત આવી છે. કામરેજ તાલુકાના કઠોદરા ગામે આવેલી એચઆરપી રેસીડેન્સીમાં બે સંતાનો અને રત્નકલાકાર પતિ સાથે રહેતા મહિલા 19 તારીખેે માર્કેટથી શાકભાજી લઈને પરત ઘરે આવી રહ્યા હતાં. તે દરમિયાન પાડોશમાં રહેતા મંજુલાબેન અને દક્ષાબેન નામના બે મહિલાઓએ જૂની અદાવતને પગલે મહિલા સાથે ગાળાગાળી કરી લાકડીના ફટકા અને છુટ્ટા હાથ વડે મારામારી જમીન પર પાડી અહીંયાથી તું ઘર મૂકી ભાગી જજે નહીંતર જીવતી નહીં મૂકીએ તેવી ધમકીઓ પણ આપી હતી. મહિલાને માર મારવાની ઘટનાથી સોસાયટીના રહીશોએ ભેગા થઈ મહિલાને છોડાવી ઇજાગ્રસ્ત શારદાબેનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી હાથ ધરાઇ : કામરેજ પોલીસ મથકના પીઆઈ ઓમદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ઇજાગ્રસ્ત મહિલા દ્વારા સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતા કામરેજ પોલીસે પાડોશી મહિલાઓ દક્ષાબેન અને મંજુલાબેન વિરૂદ્ધ IPC કલમ 323,504,506(2),114 મુજબ ગુનો દાખલ કર્યો હતો. એચઆરપી રેસીડેન્સી સોસાયટીના સીસીટીવી ફૂટેજ આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.