પાકિસ્તાન માટે શું કહ્યું હતું ? (Etv Bharat Gujarat) સુરતઃ હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ મૌલવીની પૂછપરછ કરી રહી છે. પોલીસ તપાસમાં ઉપદેશ રાણાને જાનથી મારી નાખવાની ધમકી આપતો એક વિડીયો મળી આવ્યો છે. આ વિડીયો 5 વર્ષ જૂનો છે જેમાં મૌલવીએ પાકિસ્તાન માટે તેનો પ્રેમ પણ જાહેર કર્યો છે.
ચોંકાવનારા ખુલાસાઃ સુરતના કામરેજ વિસ્તારમાં રહેતા અને હિન્દુવાદી નેતાઓ માટે ષડયંત્ર રચનાર મૌલવીની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કર્યા બાદ 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ દરમિયાન પોલીસ તપાસમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. પાકિસ્તાન, નેપાલ સહિત અન્ય દેશો સાથે સંપર્કમાં રહેનાર મૌલવીની મદદ કોણ કરતું હતું તે અંગેની પણ તપાસ પોલીસે કરી રહી છે. પોલીસને આશા છે કે, એકાદ બે દિવસમાં મૌલવીના મામલે મોટા અને ચોંકાવનારા ખુલાસા પણ થઈ શકે છે.
મૌલવી સાથે જોડાયેલા હેન્ડલર કોણ છે તે અંગેની પોલીસ તપાસ કરી રહી છે. ઓડિયો અને વિડીયો અંગે પણ તપાસ ચાલી રહી છે. મૌલવી પાસેથી જે પણ દસ્તાવેજ અને વિગતો મળી આવ્યા છે તે ક્રોસ વેરીફીકેશન કરવામાં આવી રહ્યા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ સહિત NIA અને સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ પણ તપાસ કરી રહી છે. આ બાબતે કોઈને પણ છોડવામાં આવશે નહીં જે પણ વિગતો આવશે તે જણાવવામાં આવશે...રાઘવેન્દ્ર વત્સ(જોઈન્ટ પોલીસ કમિશ્નર, સુરત ક્રાઈમ બ્રાન્ચ)
5 વર્ષ પહેલાનો વિડીયોઃ યુટ્યૂબ ચેનલ પર આરોપી મૌલવીએ 5 વર્ષ અગાઉ ઉપદેશ રાણાને ધમકી આપતો વિડીયો અપલોડ કર્યો હતો. જેમાં ઉપદેશ રાણાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પાકિસ્તાની વિરોધી અને ઈસ્લામિક ફિલ્મના નિવેદનને લઈ ઉપદેશ રાણાને આરોપી મૌલવી અપશબ્દ કહે છે. વિડીયોમાં આરોપી મૌલવી કહે છે કે 'તું જો એક બાપ કી ઓલાદ હે તો યે ચહેરા યાદ રખ લે, મા કા દૂધ પિયા હે તો અકેલે મેરે સામને આના, કિતના પાવર હે દેખ લેંગે...સોયેગા તો ભી સપને મેરા હી ચહેરા નજર આયેગા, ટુકડે કરકે નહિ રખ દિયા તો દો બાપ કી ઓલાદ... તુ પાકિસ્તાન કે લોકો કે બારે મેં ગલત ગલત બાત કરતા થા, પાકિસ્તાન વાલે એક હી સીક્કે કે દો પહેલું હૈ. તુ તો એસે અલગ કર રહા હે જેસે ગેંહૂ મેં સે કંકણ. તેરે જેસે લોગો કે વજહ સે કભી એસા નહિ હોગા તું લાખ કોશિશ કર લે એસા કભી નહિ હોગા...
- હિન્દુવાદી નેતાઓની હત્યાનું કાવતરું રચનાર મૌલવીના ઘરે પોલીસ તપાસ, ચાર શંકાસ્પદ બેગ મળી - Maulvi Mohammad Sohail
- 10 દિવસના રિમાન્ડ પર મૌલવી સોહેલ અબુબકર ટિમોલ, હિન્દુવાદી નેતા હતા નિશાને - Surat Police