સુરતઃ દારૂની હેરાફેરી કરવા માટે અવનવી તરકીબ બુટલેગરો શોધી લાવતા હોય છે. સુરતના બુટલેગરે ફોરવ્હીલર કારની અંદર જ ચોર ખાના બનાવીને દારૂની હેરાફેરી કરવા માટે એવી તરકીબ અજમાવી જેને જોઈ પોલીસ પણ હેરાન થઈ ગઈ હતી. આ બુટલેગરને 71,720 રુપિયાના વિદેશી દારુના જથ્થા અને કાર સહિત 5.71 લાખ રુપિયાના મુદ્દામાલ સાથે પ્રીવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.
સુરતમાં દારુની હેરફેર માટે કારમાં બનાવ્યા ચોર ખાના, પોલીસે 5.71 લાખનો મુદ્દામાલ ઝડપ્યો - Surat Crime News - SURAT CRIME NEWS
પોલીસથી બચીને દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કીમિયા બુટલેગરો અજમાવતા હોય છે. બુટલેગરોએ ફોર વ્હીલર કારમાં ખાસ ચોર ખાના બનાવી તેની અંદર દારૂનો જથ્થો સંતાડ્યો હતો. આ બુટલેગરને દારુના જથ્થા સાથે પ્રીવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. Surat Crime News Car Secret Place Liquor Trafficking Prevention of Crime Branch
Published : May 25, 2024, 2:59 PM IST
સમગ્ર ઘટનાક્રમઃ સુરતના સચિન વિસ્તારમાં જીયા બુડિયા રોડ ખાતે આવેલા સાંઈ રાજ રેસીડેન્સી નજીક પીસીબીએ રેડ કરી ફોરવ્હીલર કારની તપાસ હાથ ધરી હતી. પોલીસે જ્યારે કારની તપાસ શરૂ કરી ત્યારે કારની અંદર ચોર ખાના મળી આવ્યા હતા. કારની પાછળની સીટની નીચે તેમજ ડેકીના બંને ભાગે, ગાડીના આગળના ભાગે વાયપર નીચે આરોપીઓએ દારૂનો જથ્થો સંતાડવા માટે ચોર ખાના બનાવીને રાખ્યા હતા. દારૂની હેરાફેરી કરવા માટે અવનવી તરકીબ બુટલેગરો શોધી લાવતા હોય છે. સુરતના બુટલેગરે ફોરવ્હીલર કારની અંદર જ ચોર ખાના બનાવીને દારૂની હેરાફેરી કરવા માટે એવી તરકીબ અજમાવી જેને જોઈ પોલીસ પણ હેરાન થઈ ગઈ હતી. આ બુટલેગરને 71,720 રુપિયાના વિદેશી દારુના જથ્થા અને કાર સહિત 5.71 લાખ રુપિયાના મુદ્દામાલ સાથે પ્રીવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.
પીસીબી ઈન્સ્પેક્ટર રાજેશ સુવેરાએ જણાવ્યું હતું કે, કારની તપાસ કરતા ચોર ખાના મળી આવ્યા છે જેની અંદર આરોપીઓએ 71,720 ની કિંમતમાં વિદેશી દારૂના જથ્થા સંતાડ્યા હતા. 5 લાખ રૂપિયાની કિંમતની કાર સહિત કુલ 5.71 લાખ રૂપિયાનો મુદ્દા માલ કબજે કરાયો છે. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.