સુરત :ડ્રગ્સ માફિયા હવે મુંબઈથી નહિ પણ પરંતુ વાયા મધ્યપ્રદેશ અને રાજસ્થાન થઈને ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડતા હોવાનું સુરત ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહીમાં સામે આવ્યું છે. આ વખતે સુરત ક્રાઈમ બ્રાન્ચે 51 લાખના ડ્રગ્સના જથ્થા સાથે જે ત્રણ લોકોની ધરપકડ કરી છે આ તમામ લોકો મુંબઈથી નહીં પરંતુ મધ્યપ્રદેશથી સુરતમાં ડ્રગ્સ પહોંચાડવા માટે આવ્યા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશના અગર શહેરમાંથી વરના ગાડીમાં ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સ લઈને સુરત આવી રહેલા ત્રણ લોકોની ભાટીયા ચેકપોસ્ટ નજીકથી ધરપકડ કરી છે.
Surat Police: નશાના સૌદાગરો ઝડપાયા, સુરત પોલીસે 51 લાખથી વધુનું ડ્રગ્સ ઝડપ્યું
સુરત ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતમાં ઘુસાડાતું 51 લાખ રૂપિયાથી વુધ ગેરકાયદે ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, તેની સાથે જ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. કોણ છે આ આરોપીઓ અને ગુજરાતમાં કોને સપ્લાઈ કરવાના હતા આ ડ્રગ્સનો જથ્થો જાણો વિસ્તારથી...
Published : Mar 5, 2024, 9:26 PM IST
|Updated : Mar 5, 2024, 10:18 PM IST
51 લાખથી વધુનું ડ્રગ્સ ઝડપાયું: સુરત ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશના અગર શહેરમાંથી ગાડીમાં ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સ લઈને આવી રહેલા ત્રણ લોકોની ધરપકડ કરી છે. ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે 512.20 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ડ્રગ્સની કિંમત 51.22 લાખ રૂપિયા જેટલી છે. આ ડ્રગ્સ સાથે પોલીસે બધુદિન બંગડીવાલા, ગુલામ સાબીર અને મોહમ્મદ અશફાક અન્સારી નામના ત્રણ લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા તમામ આરોપીઓ નવસારી સુરત શહેરના રહેવાસી હોવાનું જણાયું છે. આરોપીઓને ડ્રગ્સ મોકલનાર મધ્યપ્રદેશના અગર શહેરનો રહેવાશી અને તેનું ઈલિયાસ ઇલું હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, તેઓ સુરસ્યાના ભાગળ તળાવ ખાતે રહેતા રિઝવાન બોમ્બે વાલાને આ ડ્રગ્સ આપવાના હતા.
નશાના સૌદાગરો ઝડપાયા: આ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચના એડિશનલ પોલીસ કમિશનર શરદ સિંઘલએ જણાવ્યું હતું કે, નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન હેઠળ ''અમે સતત માદક પદાર્થોની સપ્લાય કરનાર માફિયાઓ તેમજ તેમની સાથે સંકળાયેલા ગેંગને પકડી કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે. આ જ અનુસંધાને અમને જાણકારી મળી હતી કે મધ્યપ્રદેશ થી કેટલાક લોકો સુરતમાં ડ્રગ્સ લઈને આવી રહ્યા છે આ જાણકારી ના આધારે અમે ત્રણ લોકોની ધરપકડ કરી છે આ ત્રણેયમાંથી બે લોકો સુરતમાં અને એક ઈસમમાં નવસારીનો રહેવાસી છે.''