ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત ભાજપ મહિલા મોરચા આપઘાત કેસ: કોર્પોરેટર ચિરાગ ત્રિવેદી શંકાના દાયરામાં ! - DEEPIKA PATEL SUICIDE CASE

સુરતમાં ભાજપના મહિલા મોરચાના પ્રમુખના આપઘાતનો મામલો દિવસેને દિવસે પેચિદો બનતો જાય છે.

સુરત ભાજપ મહિલા મોરચા આપઘાત કેસ
સુરત ભાજપ મહિલા મોરચા આપઘાત કેસ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 6, 2024, 6:52 AM IST

સુરત: સુરતમાં ભાજપની મહિલા મોરચા નેતાના પ્રમુખ દીપિકા પટેલ દ્વારા ગળે ફાંસો ખાઈને આપઘાતના મામલો એક મોટો ખુલાસો થયો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કોર્પોરેટર ચિરાગ સોલંકીએ ગ્લોઝ પેહર્યા હતા અને બાદમાં તેમણે તે ગ્લોવ્ઝ ફેંકી દીધા હતા, જે પોલીસને શંકાના દાયરામાં લાગી રહ્યા છે. આ ઘટનામાં અનેક સવાલો પણ ઉભા થઇ રહ્યા છે ત્યારે હવે અલથાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇને તપાસ સોંપવામાં આવી હતી. ત્યારે હવે આ તપાસ ખટોદરા પોલીસ સ્ટેશનના પીઆઇ ભરવાડને સોપવામાં આવી છે.

કોર્પોરેટર ચિરાગ સોલંકીએ ગ્લોવ્ઝ પહેર્યા હતા: સુરતમાં ભાજપની મહિલા મોરચા નેતા દ્વારા ગળે ફાંસો ખાઈને આપઘાતના મામલામાં કોર્પોરેટર ચિરાગ સોલંકીએ તેના બચાવ સમયે ગ્લોવ્ઝ પેહર્યા હતા અને બાદમાં ગ્લોઝ ફેંકી દીધા હતા. જે દીપિકાના ઘરની બાજુએ લાગાવેલા CCTV માં જોવા મળી રહ્યું છે. CCTV માં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કોર્પોરેટર ચિરાગ સોલંકી ગ્લોઝ પેહરીને ઉપર જઈ રહ્યો છે. જે જોતા દીપિકાના આપઘાતમાં ચિરાગ સોલંકીની ભૂમિકા શંકાસ્પદ લાગી રહી છે.

સુરત ભાજપ મહિલા મોરચા આપઘાત કેસ (Etv Bharat Gujarat)

દીપિકાએ આપઘાત પેહલા જ પોતાના પરિવાર પતિને જાણ શાં માટે ના કરી? ચિરાગને જ શા માટે ફોન કર્યો?
સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે ત્યારે હવે ચિરાગનો ફોન પણ બંધ આવી રહ્યો છે. પરંતુ આપઘાતની તપાસ અલથાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇને સોંપાઈ હતી. ત્યારે હવે આ તપાસ ખટોદરા પોલીસ સ્ટેશનના પીઆઇ ભરવાડને શોપવામાં આવી છે. જેથી ખટોદરા પીઆઇ ભાવેશ રબારીએ ફરીથી કોર્પોરેટર ચિરાગ સોલંકીને નિવેદન માટે અલથાણ પોલીસ સ્ટેશન બોલાવ્યો હતા. પોલીસે દીપિકા અને ચિરાગનો ફોન જપ્ત કર્યો છે.

ગતરોજ ભીમરાડ ગામના રહીશીએ આ મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. જેને લઈને સુરત પોલીસ કમિશનર, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજુઆત કરી હતી. ત્યારે અલથાણ પોલીસ સ્ટેશનમાં ખટોદરા પોલીસ સ્ટેશનના પી.આઈ દ્વારા ચિરાગનું નિવેદન લેવામાં આવી રહ્યું હતું. સતત ત્રણ કલાકના નિવેદન બાદ ચિરાગને જવા દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:

  1. અપહરણ અને લૂંટ કેસના આરોપીઓની જાહેરમાં સરભરા, સુરત પોલીસે કાઢ્યું સરઘસ
  2. ખ્યાતિકાંડના આરોપી ડૉ. સંજય પટોળિયાને કોર્ટમાં રજૂ કરાયો, ક્રાઈમબ્રાન્ચે માગ્યા 10 દિવસના રિમાન્ડ

ABOUT THE AUTHOR

...view details