સુરત: સુરત જિલ્લાના બારડોલીમાં ગત રાત્રે લૂંટની ઘટના બની હતી. બાઈક પર આવતા ચોકલેટ કંપનીના માણસોને આંતરી લૂંટને ચલાવાઈ હતી. રોડની સાઈડમાં બાઈકમાં પેટ્રોલ પૂરું થઈ ગયું હોવાનો ઢોંગ કરી બે લૂંટારુંઓ ચોકલેટ કંપનીના ત્રણ માણસોના હાથમાંથી પૈસા ભરેલ બેગ ખેંચી ફરાર થઈ ગયાં હતા.
બારડોલીમાં સેલ્સ મેન પાસેથી લાખોની લૂંટ (ETV Bharat Gujarat) ઉઘરાણીના પૈસા આપવા જતા લૂંટની ઘટના
સુરત જિલ્લામાં લૂંટારુઓ બેફામ બન્યા છે અને ફૂલ ગુલાબી ઠંડીમાં લૂંટારુઓ પોલીસની ઊંઘ ઉડાવી રહ્યાં છે. આ વખતે ઘટના બની છે સુરત જિલ્લાના બારડોલીમાં. બારડોલીના રોડથી અલંકાર રોડ ઉપર મધરાત્રે બારડોલીના જ રહેવાસી એવા પુખરાજ ગુર્જર અન્ય બે સાથી વ્યક્તિઓ સાથે ઉઘરાણીના પૈસા તેમના શેઠને કેસરકુંજ સોસાયટી ખાતે આપવા જતા હતા. તે દરમિયાન નહેર વાળા રોડ ઉપર રોડ સાઈડમાં બે ઈસમો ઊભા હતા અને બાઇકમાં પેટ્રોલ પૂરું થઈ ગયું હોવાનો ઢોંગ કરી પોખરાજ ગુર્જર અને તેમના સાથેદારોને અટકાવ્યા હતા. આ બાદ આ શખ્સોએ તેઓના કોલર પકડીને ધમકાવીને પૈસાની બેગ ખેંચી ફરાર થઈ ગયા હતા.
લૂંટારૂઓને પકડવા પોલીસે તપાસ શરૂ કરી
બારડોલીના કેનાલ રોડ ઉપર મધરાત્રે દોઢથી બે વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. આ શખ્સો બેગમાં રહેલ રોકડા 2.75 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે પુખરાજ ગુર્જરે પોતાના માલિક તેમજ બારડોલી પોલીસને જાણ કરી હતી. જેથી બારડોલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના સ્થળની મુલાકાત લઈને તેમજ જરૂરી પંચનામું કરી લૂંટારૂ ઓનું પગેરું શોધવા તપાસ શરૂ કરી હતી. જોકે આ કેનાલથી અલંકાર તરફ જતા રોડ ઉપર કોઈ સીસીટીવી પણ ના હોવાથી લૂંટારુઓને મોકલું મેદાન મળ્યું હતું. તેમજ મધ રાત્રિ દરમિયાન ફરિયાદીના જણાવ્યા પ્રમાણે ઉઘરાણીના પૈસા આપવા જવાની વાત પણ પોલીસને અચરજ પમાડી રહી છે. ત્યારે તમામ પાસાઓને સાંકળીને બારડોલી ટાઉન પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો:
- અલંગનો દરિયો કેવી રીતે થયો કાળા ઓઈલથી દૂષિત? આ પ્લોટ પર શંકાની સોય
- ગુજરાતના ખેડૂતો માટે ઘઉંના ટેકાના ભાવ થયા જાહેરઃ ઓનલાઈન નોંધણી માટે આ છે જરૂરી ડોક્યુમેન્ટ્સ