સુરત: આશ્રમ શાળામાં રહી અભ્યાસ કરતા ધોરણ 12ના વિદ્યાર્થીએ કલમકૂવા ગામે પોતાના ખેતરે જઇ આંબાના ઝાડ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું. હાલ સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લામાં જે રીતે આપઘાતના બનાવો વધી રહ્યા છે.જે એક ચિંતાજનક બાબત છે.લોકો નજીવી બાબતે આપઘાત કરી જીવન ટુંકાવી રહ્યા છે.ત્યારે વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે.
સુરતના માંડવી પંથકમાં વિદ્યાર્થીએ ગળેફાંસો ખાધો, પરિવારમાં શોકનો માહોલ - student comitted suicide - STUDENT COMITTED SUICIDE
સુરત જિલ્લાના માંડવી પંથકની આશ્રમ શાળામાં રહી અભ્યાસ કરતા ધોરણ 12ના વિદ્યાર્થીએ કલમકૂવા ગામે પોતાના ખેતરે જઇ આંબાના ઝાડ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.
Published : Aug 4, 2024, 4:31 PM IST
વિદ્યાર્થીએ આત્મહત્યા કરી:સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાંટકૂવા ગામે આવેલ વૃંદાવન આશ્રમ શાળામાં રહી ધોરણ 12નો અભ્યાસ કરતા 17 વર્ષીય પાર્થિવકુમાર પ્રકાશભાઈ ચૌધરીએ આપઘાત કર્યો છે. 17 વર્ષીય વિદ્યાર્થી આશ્રમ શાળામાં જમીને કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો અને કમલકૂવા ગામે આવેલ પોતાના ખેતરે જઇ આંબા સાથે નાયલોન દોરી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.
પરિવારમાં શોકનો માહોલ:17 વર્ષીય પાર્થિવે આપઘાત કર્યાની જાણ પરિવારને થતા પરિવાર સ્થળ પર દોડી ગયો હતો અને માંડવી પોલીસને જાણ કરી હતી. માંડવી પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ત્યારે જુવાનજોધ દીકરાએ આપઘાતનું પગલું ભરતા પરિવાર હાલ શોકમાં ડૂબી ગયો છે.