ઉપલેટામાં ભારે પવન અને વરસાદથી કેળાના પાકનું નુકસાન (Etv Bharat Gujarat) રાજકોટ: જિલ્લાનાઉપલેટા તાલુકાના ભાદરકાંઠા વિસ્તારમાં અનેક ખેડૂતોના ખેતરોમાં નુકસાની થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં આ ભાદરકાંઠા વિસ્તારમાં અંદાજિત 35 થી 40 જેટલા ખેડૂતો 700 થી 800 વીઘા જમીનમાં બાગાયતી પાક એવા કેળની ખેતી કરી રહ્યા છે. જેમાં તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદ અને ભારે પવનના કારણે કેળની ખેતી કરતા ખેડૂતોના ઉભા મોલમાં કુદરતે તબાહી સર્જી હોવાનું સામે આવ્યું છે.
ખેડૂતો દ્વારા 10 થી 12 વર્ષથી કેળાનું વાવેતર: ઉપલેટામાં કેળની ખેતી કરતા ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં છેલ્લા 10 થી 12 વર્ષથી ખેડૂતો કેળાના પાકનું વાવેતર કરે છે. જ્યાં કેળની ખેતી કરી વર્ષ દરમિયાન મહેનત, મજૂરી, ખર્ચ અને માવજત કરી વર્ષના અંતની અંદર ઉતારો કરીને અને તૈયાર થયેલા પાકનું વેચાણ કરે છે. પરંતુ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે. તેમાં ભારે પવન અને ભારે વરસાદના કારણે કેળની ખેતી કરતા ખેડૂતોના દ્રશ્યો જાણે તબાહીના દ્રશ્ય હોય તેવું સામે આવી રહ્યું છે. ત્યારે આ ખેડૂતોને લાખો રૂપિયાનો નુકસાન વેઠવાનો વારો આવતા ખેડૂતોના મોઢે આવેલ કોળીયો છીનવાયો છે.
ખેડૂતોએ સહાયની માંગ કરી (Etv Bharat Gujarat) 1 વીઘામાં 25 થી 30 હજારનો ખર્ચ:કેળની ખેતી કરતાં ખેડૂતોએ જણાવ્યું છે કે, તેઓને આ ખેતી માટે વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરવી પડે છે અને 1 વીઘામાં અંદાજિત 25 થી 30 હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. ત્યારે આ સાથે જ આ ખેતી માટે વર્ષ દરમિયાન સંપૂર્ણ સારસંભાળ ને મહેનત મજૂરી પણ કરવી પડે છે. તાજેતરમાં વરસાદ અને ભારે પવનના કારણે તેઓનો તૈયાર થયેલો મોલ જે આગામી દિવસોની અંદર ઉતારા માટે તૈયાર થવાનો હતો. તે મોલ ભારે પવન અને ભારે વરસાદના કારણે નિષ્ફળ ગયો છે. જેના કારણે તેઓને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
કેળાનો પાક લેવા ખેડૂતોની વર્ષની મહેનત:આખા વર્ષ દરમિયાન મહેનત મજૂરી અને ખર્ચ કરીને અત્યારના સમયમાં આ મોલને નિકાસ માટે તૈયાર કરવામાં આવે છે. ત્યારે આ તૈયાર થયેલા મોલને કુદરતે વેરવિખેર કરી નાખ્યો હોવાનું સામે આવતા ચાલુ સિઝનમાં કેળાની અછત ઉભી થવાની સંપૂર્ણ શક્યતાઓ સર્જાઈ શકે છે. કેળની ખેતી કરવા માટે ખેડૂતોને વર્ષ દરમિયાન અનેક પ્રકારની માવજતો ખર્ચ મજૂરી સારસંભાળ માટે કરવી પડતી હોય છે. જેમાં ગત વર્ષે પણ ભારે પવન અને વરસાદને કારણે નુકસાની વેઠી રહ્યા હતા જે બાદ ખેડૂતોએ પુનઃ ખર્ચ કરી આ વર્ષ માટે સારી આવક મેળવવા માટે ખર્ચ કરવાનું શરૂ કર્યું હતું.
ખેડૂતોએ સહાયની માંગ કરી (Etv Bharat Gujarat) તારાજીને કારણે ખેડૂતો પાસે આવકનો સ્ત્રોત નથી: હવે માત્ર ગણતરીને દિવસોમાં તૈયાર થયેલા મોલને નિકાસ કરી વેપારીઓ અને બજારમાં કેળાની વેચાણ કરવા માટેની તૈયારીઓ ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક આવેલા ધોધમાર વરસાદ અને ભારે પણ નથી ઘણા કેળના વૃક્ષો તો જાણે જમીનદોસ્ત થઈ મૂળમાંથી ઉખાડીને ફેંકી દીધા હોય તેવું સામે આવ્યું છે. તેના પરિણામે હવે ખેડૂત પાસે આવકનો તો કોઈ સ્ત્રોત નથી. પરંતુ બરબાદ થયેલા આ ખેતરને પુનઃ સ્થાપિત કરવા માટેનો પણ કોઈ ખર્ચનો વિકલ્પ જણાવતો નથી. તેથી સરકાર અને તંત્ર બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે સહાય અને મદદ કરે તેવી આ બાગાયતી ખેતી કરતા ખેડૂતોએ માંગ કરી હોવાનું સામે આવ્યું છે.
- કચ્છમાં ચક્રવાત અને ડીપ ડિપ્રેશનની અસરથી 294 ગામોમાં વીજપુરવઠો બંધ - Power supply off in Kutch
- પરિગ્રહ ભાવને છોડવાનો પર્વ એટલે પર્યુષણ: જૂનાગઢમાં શ્રાવક અને શ્રાવિકાઓમાં પર્યુષણ પર્વને લઈને ઉત્સાહ - Jain Mahaparva Paryushan