સુરતઃ આવતા શુક્રવારે ચંદી પાડવો છે. ત્યારે સુરતીઓ કરોડો રૂપિયાની ઘારી અને ભૂસુ આરોગશે. જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા શહેરના તમામ ઝોનમાં આવેલ માવાના વિક્રેતાઓને ત્યાં ધરોડા પાડ્યા છે. માવામાં કે ઘારીમાં મિલાવટ છે કે, નહીં એને લઈ આરોગ્ય વિભાગ દ્વારા સેંપલ લેવામાં આવી રહ્યા છે અને જો સેમ્પલ ફેલ આવશે તો જેતે વિક્રેતાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે.
સુરતીઓનો વધુ એક પ્રિય તહેવારઃસુરતીઓને પ્રિય તહેવાર એટલે કે ચંડી પડવો આ દિવસે સુરતીઓ કરોડો રૂપિયાની ઘારી અને ભૂસુ આરોગશે. જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા શહેરના તમામ ઝોનમાં આવેલ માવાના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા છે. માવામાં કે ઘારીમાં મિલાવટ છે કે, નહીં એને લઈ આરોગ્ય વિભાગ દ્વારા સેંપલ લેવામાં આવી રહ્યા છે અને જો સેમ્પલ ફેલ આવશે તો જેતે વિક્રેતાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. શહેરના આઠ જેટલા ઝોનમાં અલગ-અલગ ટીમ દ્વારા ચેકિંગ સાથે સેમ્પલ લેવાની કામગીરી આરોગ્ય વિભાગ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પેહલા આરોગ્ય વિભાગ દ્વારા જે પણ ઘી તેલ અને માવાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં શહેરના સીમાડા નાકા આવેલા ઘીના નમૂનાઓ ફેલ થઇ ગયા હતા. જે મામલે ઘીનું ગોડાઉન શીલ કરવામાં આવ્યું હતું. જેને લઈને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા માટે સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ પ્રકારની કાર્યવાહીઓ કરવામાં આવે છે. જેથી લોકો સ્વચ્છ ખાદ્ય પદાર્થ ખાઈ શકે છે.