ગુજરાત

gujarat

ETV Bharat / state

'કોંગ્રેસે શાસનમાં અનેક ભૂલો કરી છે એટલે હવે માફી માગે છે'- આરોગ્ય મંત્રી - Banaskantha

બનાસકાંઠા જિલ્લાના દાતા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે તેમને કહ્યું કે કોંગ્રેસે પહેલા ભૂલો કરી છે હવે તે માફી માંગી રહી છે...

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 9, 2024, 8:48 PM IST

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ (Etv Bharat Gujarat)

બનાસકાંઠા:દાંતા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગમાં ખાસ ઉપસ્થિત રહેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે તેમણે કોંગ્રેસ સામે આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે વર્ષો સુધી ગુજરાત પર શાસન કર્યું અને હવે માફી માગી રહી છે, કોંગ્રેસે શાસન દરમિયાન અનેક ભૂલો કરી છે એટલે હવે માફી માંગે છે. તે પ્રકારનું નિવેદન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.

કોંગ્રેસની ન્યાયયાત્રા પર મંત્રીના પ્રહારઃ બનાસકાંઠામાં આવેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસની ન્યાય યાત્રાને લઈને પણ કોંગ્રેસને ટાર્ગેટ કરી હતી. તેમણે કહ્યું કે ન્યાય યાત્રા થકી શાસનકાળ દરમિયાન કરેલી ભૂલોની પ્રજા સમક્ષ માફી માગવા હવે કોંગ્રેસ ન્યાય યાત્રા નીકાળી રહી છે. મહત્વનું છે કે કોંગ્રેસ દ્વારા હવે ગુજરાતમાં લોકોની સમસ્યાઓ સાંભળવા અને પ્રજાના વચ્ચે જવા માટે ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે જે અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસને ઘેરવાના પ્રયાસો કર્યા છે.

દાંતાની શિક્ષિકા અંગે તેમણે શું કહ્યું?: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બે દિવસમાં ખૂબ જ ચર્ચાસ્પદ બનેલા દાંતાની પાંન્છા શાળાની શિક્ષિકા અંગે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, જો મહિલા શિક્ષિકા અમેરિકા રહેતા હશે તો તેમના પાસપોર્ટ તેમની હાજરી સહિતની તમામ બાબતોની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે. તે પ્રકારની વાત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહી છે.

  1. ભાવનગરની આ મહિલા નારીયેળના કાછલામાંથી બનાવે છે "ઇક્કો ફ્રેન્ડલી ચીજ વસ્તુઓ",જાણો... - bhavnagar news
  2. સુરતના ઉમરપાડા તાલુકામાં નાણામંત્રી કનું દેસાઈની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી - adivasi divas 2024

ABOUT THE AUTHOR

...view details