ગોધરા: ગત તારીખ 5 મે, 2024ના રોજ લેવાયેલી NEET UG - 2024ની પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ડાયરેક્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન ભારત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવેલી છે. આ અંગેની તપાસ સી.બી.આઇ. દ્વારા કરવામાં આવી રહી છે.
NEET UG પેપર લીક મામલાની તપાસ CBIને સોંપાઈ, રાજ્ય સરકારે કર્યો નિર્ણય - NEET UG exam 2024 - NEET UG EXAM 2024
NEET UG 2024 પરીક્ષામાં ગેરરીતિ અંગેની ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધવામાં આવેલી FIRની તપાસ સી.બી.આઇ.ને સોંપવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. NEET UG paper leak case 2024
Published : Jun 23, 2024, 8:05 PM IST
આ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં તારીખ 8 મે, 2024ના રોજ નોંધવામાં આવી હતી. આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તે હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી FIRની તપાસ પણ રાજ્ય સરકારે સી.બી.આઇ.ને સોંપવાનો નિર્ણય કર્યો છે. આ તપાસ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1946ની કલમ-6 અન્વયે સી.બી.આઇ.ને સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે આ સંદર્ભમાં નોટિફિકેશન પણ જારી કર્યું છે.