ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યના ચૂંટણી પંચ દ્વારા તાપીની સોનગઢ નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં સ્થાનિકોમાં ખુશીનો મહોલ - SONGADH MUNICIPALITY ELECTION 2025

1995 થી અસ્તિત્વમાં આવેલી અને છેલ્લા બે વર્ષ થી વહીવટદાર થી ચાલતી સોનગઢ નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં સોનગઢ વાસીઓમાં ખુશીનો માહોલ.

તાપીની સોનગઢ નગરપાલિકાની ચૂંટણી જાહેર
તાપીની સોનગઢ નગરપાલિકાની ચૂંટણી જાહેર (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 31, 2025, 9:16 AM IST

તાપી:જિલ્લામાં વ્યારા અને સોનગઢ એમ 2 નગરપાલિકા આવેલી છે. 1995માં સોનગઢ નગરપાલિકા અસ્તિત્વમાં આવી હતી, ત્યારથી જ લઈને આજ સુધી ભાજપનું શાસન રહ્યું છે. સોનગઢ નગરપાલિકાની 7 વોર્ડની છેલ્લી ચૂંટણી 2018માં યોજાઈ હતી, જેમાં 28 સીટોમાંથી 21 સીટો પર ભાજપે જીત હાસલ કરી હતી અને 7 સીટો કોંગ્રેસને મળી હતી. જેની ટર્મ 2022માં પુર્ણ થઈ હ,તી ત્યારબાદ બે વર્ષ સુધી વહીવટદારનું શાસન રહ્યું છે. સ્થાનિકો મુજબ કેટલા કામો બાકી રહ્યા છે અને કેટલાક કામો થયા છે. વોટિંગ આપતા પહેલા સ્થાનિકો કહી રહ્યા છે કે, અમારા પ્રશ્નોને જે વાચા આપશે તેવા ઉમેદવારોની પસંદગી કરીશું.

શું છે સ્થાનિકોની માંગ:

સોનગઢ નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં સ્થાનિકોમાં ખુશીનો મહોલ (Etv Bharat Gujarat)

ભાજપના શાસનવાળી સોનગઢ નગરપાલિકા છેલ્લા ઘણો વર્ષોથી વિકાસલક્ષી કામો તો કરવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ કેટલાક કામોનો અભાવ નગરમાં જોવા મળી રહ્યો છે, જેમાં સોનગઢ નગરમાં પાલિકા દ્વારા સવારના 5 થી 6 વાગ્યા સુધી એક જ ટાઈમ પાણી આપવામાં આવે છે, જે ગૃહિણીઓ માટે પૂરતું પાણી હોવાથી બે ટાઈમ પાણી આપવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે.

તાપીની સોનગઢ નગરપાલિકાની ચૂંટણી જાહેર (Etv Bharat Gujarat)
તાપીની સોનગઢ નગરપાલિકાની ચૂંટણી જાહેર (Etv Bharat Gujarat)

નગરના માછીવાડ વિસ્તારમાં ગંદકી જોવા મળી હતી, જ્યાં ખરાબ કચરાના જ્યાં ત્યાં ઢગલાઓ કરી દેવામાં આવ્યા હતા જેને લઇને રોગચાળો ફાટી નીકળવાની શક્યતા રહે છે, તો લોકો દ્વારા માંગ કરાય રહી છે કે કચરો ઉઠાવવાની ગાડીઓ સમયસર આવવી જોઈએ. તો બીજી તરફ સોનગઢ નગરમાં આંગણવાડી નો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિકો દ્વારા માંગ કરાય રહી છે કે તેમના ભૂલકાઓ માત્ર સારું આંગણ વાળી બનાવી આપવામાં આવે સાથે અદ્યતન સુવિધાવાળું હોસ્પિટલ બનાવી આપવામાં આવે અને ગાર્ડન, સ્વિમિંગ પૂલનું નિર્માણ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરાઈ રહી છે.

તાપીની સોનગઢ નગરપાલિકાની ચૂંટણી જાહેર (Etv Bharat Gujarat)

16 ફેબ્રુઆરીએ મતદાન:

ચૂંટણી જાહેર થતાંની સાથે જ ભાજપમાં ચૂંટણી લડવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે, તો બીજી તરફ કોંગ્રેસ ને 28ની પેનલ પૂરી કરવા માટે ભારે મહેનત કરવી પડી રહી છે. સોનગઢ નગરના વોટર્સની વાત કરવામાં આવે તો આ વખતે 3722 જેટલા મતદારો વધ્યા છે. જેને લઇ કુલ 23285 મતદારો આગામી 16 ફેબ્રુઆરીએ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

આ પણ વાંચો:

  1. તાપીમાં મળ્યો દોઢ વર્ષની બાળકીનો મૃતદેહ: તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો, પિતા પર ગંભીર આરોપ
  2. ઈન્સ્ટાગ્રામ પર પ્રેમ થયેલી યુવતીને મળવા માટે યુવકે તલવાર સાથે હોબાળો મચાવ્યો, પોલીસે ચખાડ્યો મેથીપાક

ABOUT THE AUTHOR

...view details