પોરબંદરના સમુદ્રમાં લહેરાયો ત્રિરંગો પોરબંદર :આજે 26 જાન્યુઆરીના રોજ સરકારી અને અન્ય સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન કરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે પોરબંદરમાં અનોખી રીતે રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવામાં આવે છે. છેલ્લા 23 વર્ષથી પોરબંદરના શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા મધદરિયામાં ધ્વજવંદન કરાય છે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાઈ રાષ્ટ્રભક્તિમાં રંગાય છે.
મધદરિયે ધ્વજવંદન : આજે 26 જાન્યુઆરીના રોજ પોરબંદરમાં આવેલ શ્રી રામ શ્રી સ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્રમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નાગરિકો અને ક્લબના સભ્યોએ ધ્વજવંદનમાં સહભાગી બની ગૌરવની લાગણી અનુભવી હતી.
23 વર્ષથી લહેરાતો રાષ્ટ્રપ્રેમ : શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના સભ્ય પાર્થ પટેલે જણાવ્યું હતું કે, શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા છેલ્લા 23 વર્ષથી આ રીતે 15 ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ અને 26 જાન્યુઆરી, ગણતંત્ર દિવસના રોજ સમુદ્રમાં ધ્વજવંદન કરવામાં આવે છે. આ વિશેષ કાર્યનો હેતુ યુવાઓમાં સાહસિકતા વધારવાનો અને દેશબંધુઓમાં રાષ્ટ્રપ્રેમ નિર્માણ કરવાનો છે. દર વર્ષે ક્લબના તમામ મિત્રો સમુદ્રમાં અંદર સુધી જઈને ધ્વજવંદન કરે ત્યારે અનોખું વાતાવરણ સર્જાય છે. સમુદ્રમાં જ રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ રાષ્ટ્રગાન ગવાય છે.
પ્રજાસત્તાક દિનની ઉજવણી :પોરબંદરમાં દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રોજ સમુદ્રમાં ધ્વજવંદન થાય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધ્વજવંદન નિહાળવા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના મેમ્બરો તથા અન્ય નાગરિકોએ ચોપાટી પર ઉભા રહી ધ્વજને સલામી આપી અને રાષ્ટ્રગીત ગાઈને અનોખો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો.
ભારત માતાનું :ચોપાટી ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ ભારતમાતાનું પુષ્પહાર અને અબીલ ગુલાલથી વંદન કરી રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો.
- 75th Republic Day 2024: આજે દેશનો 75મો ગણતંત્ર દિવસ, કર્તવ્ય પથ પર દેખાશે ભારતનું શૌર્ય
- President Medal: 1132 જવાનોને વીરતા પુરસ્કારની જાહેરાત, ગુજરાતના બે પોલીસ અધિકારીને રાષ્ટ્રપતિના હસ્તે શૌર્ય પુરસ્કાર