ગુજરાત

gujarat

ETV Bharat / state

સોરઠ પંથકમાં મેઘરાજાની એન્ટ્રી : ખેડૂતો માટે કાચા સોના સમાન સાબિત થયો વરસાદ - Junagadh Rain - JUNAGADH RAIN

ચોમાસાની વિદાય પહેલા ફરી એકવાર સમગ્ર સોરઠ પંથકમાં વરસાદી વાતાવરણ ઊભું થયું છે. ઉના, તાલાલા, માળિયા, જૂનાગઢ અને કોડીનાર સહિતના તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. માળિયામાં સૌથી વધારે 51 mm વરસાદ નોંધાયો છે.

સોરઠ પંથકમાં મેઘરાજાની એન્ટ્રી
સોરઠ પંથકમાં મેઘરાજાની એન્ટ્રી (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 27, 2024, 10:53 AM IST

જૂનાગઢ :ગઈકાલથી સમગ્ર સોરઠ પંથકમાં ફરી એક વખત ચોમાસુ પૂર્ણ થાય તે પૂર્વે ચોમાસાનો માહોલ ઉભો થયો છે. ઉના, તાલાલા, માળિયા, જૂનાગઢ અને કોડીનાર સહિત તાલુકામાં ધીમીધારે 1 થી લઈને 2 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.

સોરઠ પંથકમાં મેઘરાજાની એન્ટ્રી :ચોમાસુ પૂર્ણ થતા પૂર્વે ફરી એક વખત સમગ્ર સોરઠ પંથકમાં વરસાદી વાતાવરણ ઊભું થયું છે. ગઈકાલે જૂનાગઢ, તાલાલા, માળિયા અને કોડીનાર સહિત સોરઠના મોટાભાગના તાલુકાઓમાં ધીમી ધારે 1 થી લઈને 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. વાતાવરણમાં ચોમાસા જેવી ઠંડક પણ ફરી એક વખત ઉભી થાય છે, જેના કારણે લોકોએ ગરમીમાંથી થોડા ઘણા અંશે છુટકારો મેળવ્યો છે.

સોરઠ પંથકમાં મેઘરાજાની એન્ટ્રી (ETV Bharat Gujarat)

સાર્વત્રિક વરસાદી આંકડા :જૂનાગઢમાં 40 mm વરસાદ નોંધાયો હતો. એવી જ રીતે ભેસાણમાં 33 mm, મેંદરડામાં 31 mm અને માળિયામાં જૂનાગઢ જિલ્લાનો સૌથી વધારે 51 mm વરસાદ નોંધાયો છે. તેવી જ રીતે ગીર ગઢડામાં 64 mm, તાલાલામાં 50 mm, વેરાવળ પાટણમાં 39 mm, કોડીનાર અને સુત્રાપાડામાં 85 mm અને સૌથી વધારે ઉનામાં 93 mm વરસાદ નોંધાયો છે.

ત્રણ દિવસ વરસાદની આગાહી :હવામાન વિભાગ દ્વારા હજુ ત્રણ દિવસ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેને કારણે હજુ પણ વરસાદી માહોલ સમગ્ર સોરઠ પંથકમાં છવાયેલો રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આજે પડેલા વરસાદથી ખેતી પાકો અને ખાસ કરીને મગફળીને ફાયદો થાય તેવી શક્યતા પણ છે. વરસાદ પડતા જ ભાદરવા મહિનાની આકરી ગરમીમાંથી લોકોને રાહત મળી છે.

  1. ભાવનગરમાં પાણીમાં બસ તણાઈ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
  2. ગાંધીનગરમાં મેઘરાજાની એન્ટ્રી : ભારે પવન સાથે વરસાદ વરસ્યો

ABOUT THE AUTHOR

...view details