સોમનાથ: આજથી અંગ્રેજી વર્ષ શરૂ થયું છે. વિક્રમ સંવતના નવા વર્ષની શરૂઆત દેવ દર્શન કરવાની સનાતન ધર્મની પરંપરા આદિ અનાદિકાળથી શરૂ થઈ હતી. તે આજે પણ જોવા મળે છે, ત્યારે અંગ્રેજી વર્ષની શરૂઆતના પ્રથમ દિવસે પણ શ્રદ્ધાળુઓ દ્વારા દેવસ્થાનોના દર્શન કરીને અંગ્રેજી વર્ષના પ્રથમ દિવસની શરૂઆત કરવામાં આવી છે. આજના દિવસે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને વિશ્વમાં સુખ શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે માટે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી હતી.
નવા વર્ષનો પ્રથમ દિવસ મહાદેવના ચરણમાં:આજથી અંગ્રેજી વર્ષ શરૂ થઈ રહ્યું છે આજે વર્ષના પહેલા દિવસે સોમનાથ મહાદેવના દર્શન કરીને શિવ ભક્તોએ અંગ્રેજી વર્ષની શરૂઆત કરી હતી. આજે વર્ષના પ્રથમ દિવસે વહેલી સવારે પાંચ વાગ્યે સોમનાથ મંદિરના કપાટ ખુલતા જ સમગ્ર દેશમાંથી આવેલા શિવ ભક્તોએ મહાદેવના દર્શન, પૂજન અને આરતી સાથે નવા વર્ષની શરૂઆત કરી હતી.
વર્ષ 2025 ની શરૂઆત શિવભક્તોએ મહાદેવના દર્શન કરીને કરી (Etv Bharat Gujarat) આજે અંગ્રેજી વર્ષનો પ્રથમ દિવસ છે ત્યારે સમગ્ર દેશમાંથી આવેલા શિવ ભક્તોએ વિશ્વ કલ્યાણ ની પ્રાર્થના સાથે સોમનાથ મહાદેવના દર્શન કરીને નવા વર્ષના પ્રથમ દિવસની શરૂઆત કરી છે.
સોમનાથ મહાદેવ (Etv Bharat Gujarat) વિક્રમ સવંતના નવા વર્ષની છે આ પરંપરાઃ આજથી અંગ્રેજી વર્ષ શરૂ થયું છે. તેમાં પણ હવે દેવ સ્થાનકોમાં દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરવાની એક નવી પરંપરા શરૂ થઈ છે. અગાઉ વિક્રમ સંવતના વર્ષમાં પ્રત્યેક વ્યક્તિ તેમના ઇષ્ટદેવ કે દેવસ્થાનકોમાં પ્રથમ દર્શન કરીને વિક્રમ સંવતના નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. અંગ્રેજી વર્ષ દેવ દર્શન કરવાની સાથે શરૂ થતું હોય તે પ્રકારની પરંપરા ધીમે ધીમે આગળ વધી રહી છે.
શિવભક્તો (Etv Bharat Gujarat) મહાદેવના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરીઃ અંગ્રેજી વર્ષમાં પાર્ટી અને મનોરંજન એક વિશેષ સ્થાન ઊભું કરતું હોય છે, પરંતુ આ સમય દરમિયાન પણ ખૂબ મોટી સંખ્યામાં આજે શિવ ભક્તોએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સાથે સાથે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય, આરોગ્યની દ્રષ્ટિએ તમામ લોકો માટે સુખાકારી ભર્યું આવનારુ વર્ષ નિવડે, પ્રત્યેક વ્યક્તિ વિશ્વમાં સુખ અને શાંતિનો અહેસાસ કરે તેવી પ્રાર્થના સાથે નવા વર્ષની સોમનાથ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીને શરૂઆત કરી હતી.
આ પણ વાંચો:
- પતંગ રસિકોની પહેલી પસંદ "કાલુપુર પતંગ બજાર", અવનવી અને ન્યુ વેરાઈટી પતંગો જોઈ કહેશો વાહ...
- સંગીત રસિકોની આતુરતાનો અંત, આજથી જામશે "સપ્તક-2025"નો રંગ