ગુજરાત

gujarat

ETV Bharat / state

FINE TO NHAI- NHAI ને માટી ચોરીના મામલે ખાણ ખનીજ વિભાગ સોમનાથ દ્વારા 1 કરોડથી વધુનો દંડ - NATIONAL HIGHWAY AUTHORITY OF INDIA

નેશનલ હાઈવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટર્સ બારુલા ગામના તળાવમાંથી માટી ચોરી હાઈવે બનાવ્યો....

NHAI ને 1 કરોડથી વધુનો દંડ
NHAI ને 1 કરોડથી વધુનો દંડ (ETV BHARAT GUJARAT)

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

સોમનાથ:સોમનાથ કોડીનાર રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં નેશનલ હાઈવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટર્સ દ્વારા બરુલા ગામના તળાવમાંથી માટી ચોરી કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું. આ સમયે પંચાયત વિભાગના અધિક્ષક ઇજનેરની રજૂઆત અને સૂચના બાદ ખાણ ખનીજ વિભાગે નેશનલ હાઇવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટરને એક કરોડ 31 લાખનો દંડ ફટકારીને આકરી કાર્યવાહી કરી છે.

NHAI ને 1 કરોડથી વધુનો દંડ (ETV BHARAT GUJARAT)

માટી ચોરીમાં NHAI ના કોન્ટ્રાક્ટરને એક કરોડ કરતા વધુનો દંડ

ભાવનગર દ્વારકા રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાં સોમનાથથી દ્વારકા તરફ બની રહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં નેશનલ હાઇવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટર્સ દ્વારા સુત્રાપાડા તાલુકાના બરુલા ગામના સરકારી તળાવમાંથી માટી ચોરી કરવાના કિસ્સામાં સોમનાથ ખાણ ખનીજ વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરને 1 કરોડ 31 લાખનો દંડ ફટકારીને દંડની રકમ 30 દિવસમાં ભરપાઈ કરવાની સૂચના આપી છે. નેશનલ હાઇવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટર દ્વારા જો નક્કી કરાયેલી સમય મર્યાદામાં ખાણ ખનીજ વિભાગે જે દંડ ફટકાર્યો છે તેની રકમ ભરપાઈ નહીં કરવામાં આવે તો કોન્ટ્રાક્ટર સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની દિશામાં ખાણ ખનીજ વિભાગ આગળ વધશે.

બારુલા ગામના તળાવમાંથી માટી ચોરી (ETV BHARAT GUJARAT)

56 હજાર મેટ્રિક ટન માટીની ચોરી

સુત્રાપાડા તાલુકાના બરુલા ગામમાં આવેલા પંચાયત વિભાગ હસ્તકના તળાવમાંથી પાછલા વર્ષ દરમિયાન સોમનાથ કોડીનાર વચ્ચે બની રહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં પુરાણ માટે અંદાજિત 56 હજાર મેટ્રિક ટન માટીની ગેરકાયદેસર ખોદકામ કરવાનો આરોપ કળથિયા એન્જિનિયરિંગ પર લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઈજનેર દ્વારા પણ સમગ્ર મામલામાં યોગ્ય કાર્યવાહી કરવા ખાણ ખનીજ વિભાગને સૂચનાઓ આપી હતી. ત્યારબાદ બે વખત ખાણ ખનીજ વિભાગે માટી ચોરીને લઈને સુનાવણી રાખી હતી પરંતુ કળથીયા એન્જિનિયરિંગના કોઈપણ પ્રતિનિધિ કે ઇજનેરો હાજર ન રહેતા અંતે ખાણ ખનીજ વિભાગ સોમનાથ દ્વારા આજે આકરી કાર્યવાહી કરી અને એક કરોડ 31 લાખનો દંડ ફટકાર્યો છે.

માટી ખોદી રોડ બનાવ્યા (ETV BHARAT GUJARAT)
તળાવ ખોદી નાખ્યું (ETV BHARAT GUJARAT)
  1. રાજકોટમાં બાળકી સાથે અડપલા કર્યાનો બનાવ, આરોપી ‘મામા’ ને પોલીસે દબોચ્યો
  2. સાવરકુંડલાના આ યુવાને રાજ્ય કક્ષાએ હાર્મોનિયમ વાદનમાં મેળવ્યો 2જો નંબરઃ Amreli news

ABOUT THE AUTHOR

...view details