ભાવનગર: શહેરમાં આવેલી શાળા અને કોલેજોની આસપાસ પાન મસાલાની દુકાનોમાં ભાવનગરની સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ પોલીસ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે ડ્રગ વિભાગની ટીમને સાથે રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
SOG પોલીસે શાળા-કોલેજ બહાર ચેકીંગ કર્યું: ભાવનગર શહેરની સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ ટીમ દ્વારા શહેરમાં વ્યસનના નામે પાછળ નશાકારક પદાર્થોનું સેવન થતું નથી? તેને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. SOG પોલીસ PI ડી.યુ. સુનેસરાએ જણાવ્યું હતું કે, શહેરનાં કુંભારવાડા, સાંઢીયાવાડ, શેલારશા, એરપોર્ટ રોડ અને એસ.ટી બસ સ્ટેન્ડની વિસ્તારમાં આવેલી શાળા-કોલેજ નજીકની પાન માવાની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કાંઇ પણ વાંધાજનક હાથમાં આવ્યું નથી.
ભાવનગરની શાળા- કોલેજો બહાર પાનમસાલાની દુકાનોમાં SOG પોલીસની તપાસ (Etv Bharat Gujarat) ભાવનગરની શાળા- કોલેજો બહાર પાનમસાલાની દુકાનોમાં SOG પોલીસની તપાસ (Etv Bharat Gujarat) ચેકીંગ કરવા પાછળનો ઉદેશ્ય: ભાવનગર શહેરમાં શાળા અને કોલેજોની બહાર પાન માવાની દુકાનોમાં ચેકિંગ કરવા પાછળને લઈને SOG ટીમના PI ડી. યુ. સુનેસરા જણાવ્યું હતું કે, શાળા અને કોલેજની બહાર પાન માવા વહેંચતા દુકાનદારો અલગ અલગ બ્રાન્ડમાં ક્યારેક નશાકારક પદાર્થો ભેળવી વહેચાણ કરતા હોય છે. ત્યારે ટીમ દ્વારા સિગરેટ, ઇ-સિગરેટ અને બીડી વગેરે જેવી વ્યસનની ચીજોને ચેક કરવામાં આવી હતી, કારણ કે, ઘણી વખત આ પ્રકારની વ્યસનની ચીજોમાં ગાંજો ડ્રગ્સ નાખીને સેવન થતું હોય છે, જેને પગલે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ભાવનગરની શાળા- કોલેજો બહાર પાનમસાલાની દુકાનોમાં SOG પોલીસની તપાસ (Etv Bharat Gujarat) ભાવનગરની શાળા- કોલેજો બહાર પાનમસાલાની દુકાનોમાં SOG પોલીસની તપાસ (Etv Bharat Gujarat) આ પણ વાંચો:
- રાજકોટમાં યુવાનની પ્રેમ સંબંધમાં હત્યા, આરોપી મિત્રો પોલીસના સંકજામાં
- જૂનાગઢ પરિક્રમા માટે બે સ્પેશિયલ ટ્રેન દોડશે : જાણો બુકિંગ, સમય અને ભાડાની સમગ્ર વિગત