તાપીઃતાપીમાં વિવિધ કાળા કામો પર સતત પોલીસની નજર રહેતી હોવાના દાવા કરવામાં આવે છે ત્યારે ગુજરાતમાં પોલીસ જ્યાં ના પહોંચે ત્યાં પહોંચી જતી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા સતત એવા સ્થાનો પર કાર્યવાહી કરવામાં આવતી હોય છે જ્યાં પોલીસ પણ કાર્યવાહી કરતી ના હોય. આવી જ એક ઘટના તાપીમાં વાલોડ તાલુકાના એક ગામે બની હતી.
તાપીના બુહારી ગામે ચાલતા વલ્લી મટકા અને આંકડા જુગારધામ પર SMC ની રેડ, પોલીસ ઉંઘતી ઝડપાઈ - GAMBLING CASE Tapi - GAMBLING CASE TAPI
તાપીમાં વિવિધ કાળા કામો પર સતત પોલીસની નજર રહેતી હોવાના દાવા કરવામાં આવે છે ત્યારે ગુજરાતમાં પોલીસ જ્યાં ના પહોંચે ત્યાં પહોંચી જતી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા સતત એવા સ્થાનો પર કાર્યવાહી કરવામાં આવતી હોય છે જ્યાં પોલીસ પણ કાર્યવાહી કરતી ના હોય. આવી જ એક ઘટના તાપીમાં વાલોડ તાલુકાના એક ગામે બની હતી. - crime news tapi
Published : Aug 31, 2024, 7:20 PM IST
તાપી જિલ્લાના વાલોડ તુલકાના બુહારી ગામે ચાલતા વલ્લી મટકાના આંકડા જુગારના ધામ પર આખરે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી હતી. બુહારી ગામે નદીના તટ પર ચાલતા આંકડાના જુગાર ધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલ દરોડા દરમિયાન દરોડા દરમ્યાન 17 આરોપી પકડાયા જ્યારે આંકડા ધામ ચલાવનાર વિકેન ભંડારી સહિત 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા 1 લાખ 50 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ દ્વારા કરવામાં આવેલા દરોડાથી તાપી પોલીસની ઢીલી નીતિ બહાર આવી હતી. આટલું મોટું આંકડાનું જુગારધામ તાપી પોલીસની નજરમાં જ નહીં આવ્યું કે પછી પોલીસ નિંદ્રાધીન છે તેને લઈને તાપી પોલીસ પર અનેક સવાલો ઊભા થવા પામ્યા છે.